Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્વમઝા ” અથવા “સમનોજ્ઞા ” પણ થાય છે. સમાન સમાચારી રૂપે પિતાને અભિરુચિત હોય તેમને સ્વમનોજ્ઞ કહે છે અથવા જેઓ મને કહે છે અથવા જેઓ મને જ્ઞ જ્ઞાનાદિથી યુક્ત હોય છે, તેઓ સમગ્ર ગણાય છે, આ પ્રકારનો તે સંસ્કૃત છાયાને અર્થ થાય છે. એવા સમજ્ઞ માત્ર સાનિક સાધુ જ હોય છે. તે સાંગિક સાધુ ત્રણ પ્રકારનાં હોય છે-(૧) આચાર્ય રૂપ, (૨) ઉપાધ્યાય રૂપ અને (૩) ગણિરૂપ. જો કે તેમના પ્રવર્તક, ગણાવચછેદક આદિ બીજા પણ અનેક ભેદ છે, પરંતુ અહીં ત્રણ સ્થાનકોને અધિકાર ચાલતો હોવાથી તેમને ઉલ્લેખ કરાયો નથી. “gવું ૩vસંપા” ઈત્યાદિ.
જેમ આચાર્યત્વ આદિના ભેદથી સમનુજ્ઞા ત્રણ પ્રકારની કહી છે, એ જ પ્રમાણે ઉપસંપદા પણ ત્રણ પ્રકારની કહી છે. ઉપસંપત્તિને ઉપસંપત કહે છે. જ્ઞાનાદિકની પ્રાપ્તિ નિમિત્તે “માવીયો ડરું” હું આપને જ છું'' એ રીતે પિતાને પ્રકટ કરે કે માનવું તેનું નામ ઉ૫સંપદા છે. જેમકે કઈ મુનિ પિતાના આચાર્ય દ્વારા સમનુજ્ઞાત થયેલા સભ્ય શ્રતશાના અથવા જિન પ્રવચન પ્રભાવક શાસ્ત્રોના સૂત્ર અને અર્થને ગ્રહણ કરવાને માટે, ભૂલી જવાચેલાને ફરી યાદ કરવા માટે તથા ચારિત્ર વિશેષરૂપ વૈયાવૃત્યને માટે અથવા ક્ષપણને માટે, સમદિષ્ટ થયેલા અન્ય આચાર્યની પાસે જે જાય છે, તે ઉપસંપત છે. કહ્યું પણ છે કે-“રંપરા ૨” ઈત્યાદિ–
એટલે કે ઉપસંપદા ત્રણ પ્રકારની છે–(૧) જ્ઞાનને માટે, (૨) દર્શનને માટે અને (૩) ચારિત્રને માટે. જ્ઞાન અને દર્શનની ઉપસંપદા ત્રણ ત્રણ પ્રકારની છે. જ્ઞાનપસંપદાના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર છે-(૧) સૂત્રાર્થને ગ્રહણ કર, (૨) ગ્રહણ કરાયેલને સ્થિર કરવું, અને (૩) વિસ્મૃતનું અનુસંધાન. દર્શનના બે પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) વૈયાવૃત્ય અને ક્ષપણુ-માસક્ષપણુદિ તપસ્યા. ૧ આ પ્રકારની આ આચાર્ય ઉપસંપર્ છે. એ જ પ્રકારની ઉપાધ્યાયસંપત અને ગણિસંપત પણ હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
૪ ૦