________________
અભયકુમાર ચરિત્ર વરને માટે દરેક ઘરે ભમતો પિતા ક્લેશ પામે છે. ૧૫૫. જેમ સદ્દગુરુ પાસેથી પ્રાપ્ત થતી વિદ્યા પાત્રમાં પ્રતિષ્ઠિત થાય તેમ કોઈક અતિ ધન્યની કન્યા સગુણોથી શોભતા વરને વિશે પ્રતિષ્ઠિત થાય છે. ૧૫૬. એમ વિચારીને વિપુલ આશયી ભદ્રશેઠે કુમારની પુછપરછ (સુખ સમાચાર) કરી. કંજૂસ સ્વભાવવાળા જીવોને જ સંસ્તવ કરવું પસંદ હોતું નથી. ૧૫૭. જેમ દેવોથી સેવ્ય પારિજાતવૃક્ષે રુકિમણીના ઉદ્યાનનો આશ્રય કર્યો તેમ તું આજે કયા પુણ્યશાળીનો અતિથિ થયો છે? ૧૫૮. બુદ્ધિના ભંડાર કુમારે કહ્યું છે તાત! શું પુત્ર પિતાના ઘર સિવાય બીજા કોઈના ઘરે રહે? તેથી હું આજે તમારો અતિથિ થઈશ. ૧૫૯. જેમ પુષ્પોથી અશોકવૃક્ષ ખીલે તેમ સર્વાગે ઉત્પન્ન થયેલ રોમાંચના હર્ષથી ભરાયેલ ચિત્તવાળા શ્રેષ્ઠીએ તેને આ પ્રમાણે કહ્યું ઃ ૧૬૦. જે તું મારો અતિથિ થયો તેથી હું ધન્ય છું. હું કૃતપુણ્ય છું કેમ કે પુણ્યહીન પુરુષોને કૃષ્ણચિત્રકવેલિની પ્રાપ્તિ થતી નથી. ૧૬૧. જે તું મારા ઘરે આવ્યો તેથી તે મારા ચિત્તને કલ્યાણનું ભાજન બનાવ્યું. પુણ્યોદય હોય ત્યારે ગુરુ લગ્નને પૂર્ણ દષ્ટિથી જુએ છે. ૧૬૨. જે તે પોતાના ચરણોથી મારા ઘરને સ્પર્શ કરશે તેથી હું આજે પવિત્ર થયો છે. સરસ્વતી નદી પોતાના નીરથી પાપી દેશનું સિંચન કરતી નથી. ૧૬૩. દુકાનમાંથી ઉઠીને શ્રેષ્ઠી તેને વિવિધ પ્રકારની શાળાઓથી આવરાયેલ ઓરડાની અંદર ઓરડાવાળા ઘરની અંદર લઈ ગયો. ૧૬૪. તે શાળા દગો ન આપે એવા સેંકડો થાંભલાના ટેકાવાળી હતી. તેની દિવાલો ચૂનાથી ઘોળાયેલી હતી. નગરને જોવા માટે ચારેય દિશામાં તેવા પ્રકારના પ્રશંસનીય ઝરુખા હતા. ૧૬૫. એક સ્થાને ખાંડનો ઢગલો હતો, ક્યાંક મંજિષ્ઠાનો ઢગલો હતો, ક્યાંક નાળીયેરનો ઢગલો હતો. ૧૬૬. કયાંક એલાયચી, લવંગ, કક્કોલનો ઢગલો હતો, કોઈક સ્થળે ચંદન કપૂર, કસ્તૂરી કંકુઓના ઢગલા હતા. ૧૬૭. કોઈક સ્થળે ઉજ્વળ સોનાનો ઢગલો હતો, એક બાજુ કંઈક લાલાશ પડતું તાંબું હતું, ક્યાંક મોતી અને પ્રવાલો હતા, ક્યાંક ચાંદીનો ઢગલો હતો. ૧૬૮. બીજી તરફ સુંદર કલમશાલી વગેરે ધાન્યનો ઢગલો હતો. ૧૬૯.
હવે શ્રેષ્ઠીએ રોમ, ત્વચા, માંસ, અસ્થિ (હાડકા)ને સુખપૂર્વક વિશ્રામણા કરવામાં નિપુણ પોતાના શરીરનું મર્દન કરનાર સેવક પુરુષો પાસે તેનું શતપાક તેલથી અત્યંગન કરાવીને એક તપ્ત (શરીરને અનુકૂળ) ગરમ પાણીથી સ્નાન કરાવ્યું અને વસ્ત્રોની પહેરામણી કરાવી. ચિંતામણિને પ્રાપ્ત કરીને કયો વિચક્ષણ આવો આદર ન કરે ? ૭૦–૭૧. તેણે સર્વ ઈન્દ્રિયોને મનોહર એવા ભોજ્યોથી તેને આદરપૂર્વક ભોજન કરાવ્યું. તેણે સ્નેહની જેમ કપૂર અને ચંદનથી વિલેપન કરાવ્યું. ૭૨. શેઠે જાતે તેને પંચસુગંધિક તાંબૂલ આપ્યું. સર્વ અવસ્થામાં ભોગીઓની આગળ ભોગો રહેલા છે. ૭૩. પોતાના ઘરની જેમ શ્રેષ્ઠીના ઘરે રહેતા શ્રેણિકના કેટલાક દિવસો સુખપૂર્વક પસાર થયા. ૭૪. એકવાર શ્રેષ્ઠીએ ભાગ્યના ભાજન શ્રેણિકને કહ્યું : નળે જેમ દમયંતીને પરણી તેમ તું નંદા પુત્રીને પરણ. ૭પ. નિઃસ્કૃતિઓમાં શિરોરત્ન શ્રેણિકે આમ કહ્યું હે તાત! મારા કુળને જાણ્યા વગર તમે કેવી રીતે કન્યાને આપો છો? ૭૬ નિર્ધન પણ વરના કુળની તપાસ કરીને કન્યા આપે છે તો યુક્તાયુક્ત ભેદને જાણનારા તમારા જેવા વણિકો એમને એમ કન્યા કેવી રીતે આપે ? ૭૭. તમે વાત્સલ્યવાળા હોતે છતે આમ ૧. કૃષ્ણચિત્રક વેલિઃ વાંછિતને આપનાર એક પ્રકારના કલ્પવૃક્ષની વેલડી. ૨. પૂર્ણ દૃષ્ટિઃ લગ્નકુંડલીમાં ગુરુ ૫,૭,૮ માં ભાવમાં હોય ત્યારે લગ્નને પૂર્ણદષ્ટિથી જુએ છે. નુતદેશઃ પ્રશંસિત કરાઈ છે આંખો જેઓ વડે એવા ગવાક્ષો હતા. અર્થાત્ ગવાક્ષોને જોઈને લોકો પ્રશંસા કરતા હતા. ૩. કક્કોલ: એક જાતનું ફળ જેમાંથી સુગંધિ દ્રવ્યો બને છે.