Book Title: Rajvandana
Author(s): Shrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/005410/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજવંદના For Personal ale Use Only www.jameny.org Page #2 -------------------------------------------------------------------------- ________________ સૌની સાથે સ્વાત્મતુલ્ય વ્યવહાર રાખો. ઘીરેસે બોલો, પ્રેમસે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો. જીવનની પ્રત્યેક ક્ષણનો સત્કાર્યો દ્વારા સદુપયોગ કરો, અને આત્મલક્ષ વર્ધમાન કરો. અંતરમાં રહેલું સાચું સુખ પ્રગટ કરવા સત્સંગ, સદ્વાચન, સવિચાર અને સદાચાર સેવો. શ્રદ્ધા, સમર્પણ, સાચું જ્ઞાન, ધીરજ, ખંત, પરોપકાર અને ગુરુકૃપાની પ્રાપ્તિ - આ સઘળી સંત થવાની કૂંચીઓ છે. સંત શ્રી આત્માનંદજી For Personal & Private Use Only Www.jainelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી રાજવંદના આ પુસ્તકને નીચે ના મૂકવા તેમ જ કોઈ પણ પ્રકારની આશાતના ના કરવા વિનંતી છે. : પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સત્યુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા - ૩૮૨ ૦૦૭ (જિ. ગાંધીનગર) For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રી નીતિનભાઈ આઈ. પારેખ (પ્રમુખ) શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા ૩૮૨ ૦૦૭ (ગાંધીનગર) ફોન : (૦૭૯) ૨૩૨ ૭૬ ૨ ૧૯/૪૮૩/૪૮૪ ફેક્સ : (૦૭૯) ૨૩૨ ૭૬ ૧૪૨ E-mail:srask@rediffmail.com પ્રથમ આવૃત્તિ : સં. ૨૦૫૬, ચૈત્ર વદ પાંચમ, તા. ૨૩-૪-૨૦00. બીજી આવૃત્તિ : 8000 તા. ૧૮-૭-૨૦૦૮ ટાઇપસેટીંગ : શ્રી ગ્રાફિક્સ ૧૩, સજ્જન સોસાયટી, બૉમ્બે ગેરેજની પાછળ, શાહીબાગ, અમદાવાદ-૪ મુદ્રક : ભગવતી મુદ્રણાલય ૧૬/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ ફોન : (૦૭૯) ૨૨ ૧૬ ૭૬૦૩ શ્રીરાજવંદના - For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ઉચ્ચ કોટિના શિષ્ટ, સંસ્કારી, જીવનોપયોગી, સત્ત્વશીલ અને આધ્યાત્મિક સત્સાહિત્યની સમાજને ચરણે ભેટ ધરવી તે આ સંસ્થાની એક આગવી પરંપરા છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને પરમ તત્ત્વજ્ઞ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને ઉપદેશ-વચનામૃતનો આ સંસ્થાના આદ્યસ્થાપક પરમ શ્રદ્ધેય સંતશ્રી આત્માનંદજીના જીવન ઉપર પરિવર્તનકારી જબરદસ્ત પ્રભાવ પડેલ છે. શ્રી વીરપ્રભુની ૨૬૦૦મી જન્મ યંતી તથા પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીના દેહોત્સર્ગ શતાબ્દીવર્ષ નિમિત્તે “શ્રી રાજવંદના' તેઓશ્રીના પુનિત ચરણકમળમાં આત્મભાવે સાદર સમર્પિત કરીએ છીએ. આ પુસ્તિકા સમાજના સૌ કોઈને પરમ ઉપકારી બને અને તેના વારંવાર અભ્યાસથી સત્પાત્રતાની વૃદ્ધિ થઈ, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાઓ તેવી હાર્દિક ભાવના ભાવીએ છીએ. કોબા - સં. ૨૦૫૬, ચૈત્ર વદ ૫, તા. ૨૩-૪-૨૦૦૦. પ્રકાશન સમિતિ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ બીજી આવૃત્તિ વેળાએ શ્રી રાજવંદના'ની આ બીજી આવૃત્તિ પ્રકાશિત કરતા અમો સાત્ત્વિક આનંદનો અનુભવ કરીએ છીએ. પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી રચિત મોટા ભાગનાં પદો ઉપરાંત મેરી ભાવના તથા અશુદ્ધ આત્મા શુદ્ધાત્માને અરજ કરે છે તે પ્રાર્થનાનો આ નાનકડી પુસ્તિકામાં સમાવેશ કરેલ છે. | મુસાફરી દરમિયાન એટેચીમાં, પર્સમાં કે ખિસ્સામાં રાખી શકાય અને તેના વારંવાર અભ્યાસથી સત્વશીલ અને આધ્યાત્મિકતાથી સભર પદોનું ચિંતન તથા કંઠસ્થ કરી સૌ કોઈને પરમ ઉપકારી બને તેવી હાર્દિક ભાવના ભાવીએ છીએ. શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ‘‘ગાગરમાં સાગર' જેવી આ પુસ્તિકાની કિમંત કરતાં તેનું મૂલ્ય અનેકગણું હોવાથી ધાર્મિક પ્રસંગોએ સ્વજનોને પ્રભાવના રૂપે આપીને સત્સાહિત્યનો પ્રસાર કરી સૌ ધર્મપ્રેમી જનતા આ પુસ્તિકાને દેશ-વિદેશમાં પ્રચલિત કરે તેવી અપેક્ષા. લેબા સંવત ૨૦૬૪, અષાઢ સુદ પૂનમ (ગુરુપૂર્ણિમા) તા. ૧૮-૦૭-૨૦૦૮ પ્રકાશન સમિતિ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પદ્ય વિભાગ અનંત અનંત અનિત્યાદિભાવના અપૂર્વ અવસર અો ! અહો ! શ્રી સગર અમે શ્રી સત્પરુષ કે આત્મસિદ્ધિશાસ્ત્ર ઇચ્છે છે જે જોગીજન (અંતિમ સંદેશ) ૮ ગ્રંથારંભ પ્રસંગ ૯ જડ ને ચૈતન્ય બંને જsભાવે જs ૧૧ જળહળ જ્યોતિ સ્વરૂપ તું ૧૨ જિનવર હે છે ૧૩ તપોપધ્યાને રવિરૂપ ૧૪ ધન્ય રે દિવસ શ્રીરાજવંદના ૪૨ ૫૩ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૧૫ ધર્મતત્ત્વ જો પૂછ્યું મને ૧૬ નાભિનંદન નાથ ૧૭ નીરખીને નવ યૌવના ૧૮ પરિપૂર્ણ જ્ઞાને પંથ પરમપદ બોધ્યો ૨૦ પ્રથમ નમું ગુરુરાજને ૨૧ પ્રાત:કાળનું દેવવંદન ૨૨ બહુ પુણ્ય કેરાં ૨૩ બિના નયન પાવે ૨૪ ભિન્ન ભિન્ન મત ૨૫ મારગ સાચા ૨૬ મૂળ મારગ સાંભળો ૨૭ મેરી ભાવના ૨૮ મોતીતણી માળા ગળામાં ૨૯ મોહિનીભાવ ૩૦ યમ નિયમ સંજમ ૩૧ લઘુવયથી અભુત થયો ૩૨ લોક પુરુષસંસ્થાને ૧૦૦ ૧૫ ૦૫ 33 3४ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શાંતિ કે સાગર ૩૪ શુભ શીતળતામય ૩૫ સાહાબી સુખદ હોય ૩૬ સાયંકાળનું દેવવંદન ૩૭ હતી દીનતાઈ ત્યારે ૩૮ હે પ્રભુ ! હે પ્રભુ ! ૩૯ હોત આસવા પરિસવા ગધ વિભાગ ૧ ૭૭ ૪ છ પદનો પત્ર હે ભગવાન ! (ક્ષમાપના) વીતરાગનો હેલો હે ામ ! હે માન ! દુર્લભ એવો મનુષ્યદેહ પ્રણિપાત સ્તુતિ કર્મગતિ વિચિત્ર છે પ્રાર્થના ૬ ૮ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ દૈતિક ભકિતનો નિત્યક્રમ ૦ ૦ ૦ ૦૫ ' ' * નમસ્કાર મંત્ર મંગળાચરણ, * જિનેશ્વરની વાણી * શ્રી સદ્ગુરુભકિત રહસ્ય (વીસ દોહરા) કેવલ્યબીજ શું? (યમ નિયમ) જ પ્રાત:કાળનું દેવવંદન ૦૭ એક નમસ્કારમંત્ર બોલવો + ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ મત્યએણ વંદામિ (ત્રણ વખત) ત્રણ મંત્રની માળા (૧) સહાત્મસ્વરૂપ પરમગુરુ (૨) આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. (૩) પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ + હે ભગવાન ! (ક્ષમાપના) ૮૫ વીતરાગનો કહેલો (ધર્મ) * દુર્લભ એવો મનુષ્ય દેહ વંદન તથા પ્રણિપાતસ્તુતિ ૯૫ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ - અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ — - અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ આ વિશ્વમાં સર્વકાળ તમે - જયવંત વર્તે, જયવંત વર્તો. આ.પ.એ. હાથનોંધ-૩ (૨૩) શ્રીરાજવંદના E For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તા ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પણાંક - ૮૭૫) શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ મંગળાચરણ અહો શ્રી સત્પુરુષકે વચનામૃતમ્ જગહિતકરમ્, મુદ્રા અરુ સત્તમાગમ સુતિ ચેતના જાગૃતકરમ્; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક, સક્લ સદ્ગુણ કોષ હૈ. સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ધારણમ્, પૂરણપણે વીતરાગ નિર્વિકલ્પતાકે કારણમ્; અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનાર હૈ. સહજાત્મ સહજાનંદ આનંદઘન નામ અપાર હૈ, સદૈવ ધર્મસ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ; ગુરુ ભક્તિસે લો તીર્થપતિપદ શાસ્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જ્યવંત વર્તે શ્રી ગુરુરાજ્યે નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ - પરતિકારણમ્, જ્યવંત શ્રી નિરાજ-વાણી કરું તાસ ઉચ્ચારણમ્; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સÒ, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી સહી સો નિજ પદ લહે. શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ (જિનેશ્વરની વાણી) (મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; અહે ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. (ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે.) ૧ (મોક્ષમાળા શિક્ષાપાઠ - ૧૦૭) (વસંતતિલકા વૃત) સંસારમાં મન અરે કયમ મોહ પામે ? વૈરાગ્યમાં ઝટ પથે ગતિ એ જ જામે; માયા અહો ગણી લહે દિલ આપ આવી, આકાશ-પુષ્પ થકી વંધ્યસુતા વધાવી શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (વીસ દોહરા) હે પ્રભુ ! હે પ્રભુ ! શું હું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું હું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દેઢ, ને પરમાદર નાહીં. ૩ જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ; ક્વળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિત્ય તુજ માહામ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસકિત નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ ભકિતમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ; તોયે નીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહા પર રાગ. ૧૦ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાઈ; નહિ ઉદાસ અનભકતથી, તેમ ગૃહદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩ કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હથ. ૧૪ અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન ર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સતુ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય ? ૧૭ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પ્રભુ લય લાગી નહીં,પડ્યો ન સદગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકે પતિત, સક્લ mતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદપંકજ, ફરી ફરી માગું એ જ; સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દેઢતા કરી દે જ. ૨૦ (પત્રાંક - ૨૬૪) ( સત) (તોટક છંદ) યમનિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહતો; વનવાસ લિયો મુખ મૌન રહો, દઢ આસન પદ્મ લગાય દિયો. મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહિ સબવેં. ૨ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સબ શાસનકે નય ધારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. અબ ક્યોં ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાધનસું ? બિન સદગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે ? ૪ કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સગુરુચર્ન સુપ્રેમ બસેં. ૫ તનસેં, મનસે, ધનસું, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. ૬ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ હે દેગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગાજુગ સો જીવહી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્લાનિ હે, નિજકો અનુભ બતલાઈ દિયે. ૮ (પત્રાંક - ૨૬૫) (પ્રાતઃકાળનું દેવવંદન) મહાદેવ્યા: કુષિરત્ન, શબ્દજીતરવાત્મજમ્; રાચંદ્રમહં વંદે, તત્ત્વલોચનદાયક.... ૧ જ્ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. કરં બિદુસંયુકત, નિત્યં ધ્યાયન્તિ યોગિન; કામદં મોક્ષદં ચૈવ, ૐકારાય નમો નમ: ૨ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિતાદિ માન. ૩ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિદ્રપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિન ભૂપ. ૪ મહત્તત્ત્વ મહનીય મહ: મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમાં, વંદો રમતા રામ. ૫ તીનભુવન ચૂડારતન, સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. ૬ નમું ભક્તિભાવે, ઋષભ નિ શાંતિ અઘ હરો, તથા નેમિ પાર્થ, પ્રભુ મમ સદા મંગલ કરો; મહાવીરસ્વામી, ભુવનપતિ કાપો કુમતિને, જિના શેષા જે તે, સક્લ મુજ આપો સુમતિને. ૭ અહતો ભગવંત ઇન્દ્રમપિતા: સિદ્ધાશ્ચ સિદ્ધિસ્થિતા: આચાર્યા જિનશાસનોન્નતિકરા: પૂજ્યા ઉપાધ્યાયક: શ્રી સિદ્ધાન્તસુપાઠક મુનિવરા રત્નત્રયારાધક: પંચે તે પરમેષ્ઠિન: પ્રતિદિન ર્વન્ત વો મંગલમ્. ૮ ભકતામરપ્રણવર્માલિમણિપ્રભાણા મ દ્યોતકંદલિતપાપતમાંવિતાનામ સભ્યપ્રણમ્યુજિનપાદયુગયુગાદા વાલંબનું ભવલે પતતાં નાનામ. ૯ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ય: સંસ્તુત: સલવાડ્મયતત્ત્વબોધા દુદુ ભૂતબુદ્ધિપટુભિ :સુરલોકનાર્થ : સ્ત ગૌ જંગત ત્રિતયચિત્તહરે રદારે : સ્તોષે ક્લિાહમપિ તે પ્રથમ જિનેન્દ્રમ. ૧૦ દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશનમ; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ્. ૧૧ દર્શનાદ દુરિતધ્વસિ વંદનાદ વાંચ્છિતપ્રદ: પૂનામ્ પૂરક: શ્રીણાં, જિન: સાક્ષાત્ સુરક્મ: ૧૨ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનસૅ પામીએ, સક્લ મનોરથ સિદ્ધિ. ૧૩ જીવડા જિનવર પુજીએ, પૂજાનાં ફળ હોય; રાજ નમે પ્રજા નમે, આણ ન લોપે ોય. ૧૪ મે બાંધ્યું જળ રહે, જળ વિણ કેમ ન વેય; જ્ઞાને બાંધ્યું મન રહે, ગુરુ વિણ જ્ઞાન ન હેય. ૧૫ ગુરુ દીવો, ગુરુ દેવતા, ગુરુ વિણ ઘોર અંધાર; જ ગુરુ વાણી વેગળા, રડવડીઆ સંસાર. ૧૬ તનકર મનકર વચનકર, દેત ન કાહુ દુ:ખ; કર્મ રોગ પાતિક ઝરે, નીરખત સગુરુ મુખ. ૧૭ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ દરખતમેં ફળ ગિર પડ્યા, બૂઝીન મની પ્યાસ; ગુરુ મેલી ગોવિંદ ભજ, મિટે ન ગર્ભાવાસ. ૧૮ ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન; ભાવે ભાવના ભાવિયે, ભાવે કેવળજ્ઞાન. ૧૯ – માતા – પિતા ચૈવ, – ગુરુવં બાંધવ: " ત્વમેક: શરણં સ્વામિનું જીવિત જીવિતેશ્વર: ૨૦ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ ભ્રાતા ચ સખા ત્વમેવ; ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવદેવ. ૨૧ યસ્વર્ગાવતરોત્સવે પદભવન્માભિષેકોત્સવે, યદીક્ષા ગ્રહણોત્સવે યદખિલજ્ઞાનપ્રકાશોત્સવે; યુનિર્વાણગમોત્સવે પિત: પૂજાદૂભુતં તદભવે: સંગીતસ્તુતિમંગલૈઃ પ્રસરતાં મે સુપ્રભાતોત્સવ: ૨૨ ૧૦ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ શતક (શાર્દૂલવિક્રીડિત વૃત) ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા, કેડે કરું કામના; બોધું ધર્મદ મર્મ ભર્મ હરવા, છે અન્યથા કમ ના; ભાખું મોક્ષ સુબોધ ધર્મ ધનના, જોડે ક્યું કામના, એમાં તત્ત્વ વિચાર સત્ત્વ સુખદા, પ્રેરો પ્રભુ કમના. ૧ (છપ્પય) નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવ બંધનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિથોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨ શ્રીરાજવંદના ૧૧ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ (પ્રભુ પ્રાર્થના ) (દોહરા) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજ, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છો, સંજન ગંજ ગુમાન; અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ૨ ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન; વિનહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩ ભદ્ર ભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અર અમર અણજન્મ તું, ભયભક્ત ભગવાન. ૫ આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજ, ભયભંજન ભગવાન. ૬ નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિનિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૭ સચરાચર સ્વયં ભૂ પ્રભુ, સુખદ સોંપજ સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૮ ૧૨ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૦ કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. ૧૧ શકિત શિશુને આપશો , ભકિત મુકિતનું દાન; તુજ જુક્ત જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભકિતનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૩ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. ૧૪ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬ વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૭ શ્રીરાજવંદના ૧૩ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ (શ્રી શાંતિનાથ ભગવાન) (સ્તુતિ) પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને; પરિપૂર્ણ ચારિત્રા બોધિત્વ દાને, નીરાગી મહા શાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. દઉં ઉપમા તો અભિમાન મારું, અભિમાન ટાળ્યા તણું તત્ત્વ તારું, છતાં બાળરૂપે રહા શિર નામી, સ્વીકારો ઘણી શુદ્ધિએ શાંતિ સ્વામી. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે, બિરાજ્યા મહા શાંતિ આનંદ ધામે. (અપૂર્ણ) (મુનિને પ્રણામ) (મનહર છંદ) શાંતિકે સાગર અર, નીતિકે નાગર નેક, દયાકે આગર જ્ઞાન, ધ્યાનકે નિધાન હો; ૧૪ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હો. રાગદ્વેષસે રહિત પરમ પુનિત નિત્ય, ગુનસે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો; રાયચંદ ભૈર્યપાલ, ધર્મ ઢાલ ક્રોધ કાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો. (શાર્દૂલવિક્રીડિત) માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ પૈર્ય ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શિયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટિ કરું વંદના. (કાળ કોઈને નહિ મૂકે) (હરિગીત) મોતીતણી માના ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧ શ્રીરાજવંદના ૧૫ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીયે ક્યાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે ક્રેઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪ છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, ન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫ જે રાજનીતિનિપૂણતામાં ન્યાયતંતા નીવડ્યા. અવળા ક્યું ના બધા સવળા સદા પાસા પડ્યા; ૬ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૬ તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પેખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા; એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭ ( ધર્મ વિષે (કવિત) સાહાબી સુખદ હોય, માન તણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હોય, એશનો અંકોર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું; વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જવા દાસ હોય, હોય સુખ ધામનું; વદે રાયચંદ એમ, સધ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તો, બેએ જ બદામનું ! ૧ મોહ માન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળફંદ તોડવાને, હેતે નિજ હાથથી; શ્રીરાજવંદના. ૧૦ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મહા મોક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણવાને, વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધારો, ખરેખરી ખાંતથી. ૨ દિનકર વિના જવો, દિનનો દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સુહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખો, સુરસ વિનાની જવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શોભા અને, ભર્તાર વિહીન જવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સધ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે. ૩ ચતુરો ચોંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતો પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિઓ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાનો સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરો જો, શ્રીરાજવંદના ૧૮ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, ‘ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વે'મથી.' ૪ ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, ક્યું ન કામનું; ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું, ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં; ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું ? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. ૫ ધર્મ વિના ધન ધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં, પિતા ધરાય છે; ધર્મ વિના ધીમંતની, ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું ધૈર્ય, ધૂમ્ર થૈ ધમાય છે; ધર્મ વિના ધરાધર, ધૃતાશે ન ધામધૂમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગ ઢંગે ધાય છે; ધારો ધારો ધવળ, સુધર્મની ધુરંધરતા, ધન્ય ! ધન્ય ! ધામે ધામે, ધર્મથી ધરાય છે. ૬ ૧૯ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સર્વમાન્ય ધર્મ (ચોપાઈ) ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ધ્રો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીખ ને સઘળાં દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. પુષ્પપાંખડી જ્યાં દૂભાય, નિવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. ૨૦ For Personal & Private Use Only શ્રીરાજવંદના Page #34 -------------------------------------------------------------------------- ________________ સર્વ દર્શને એ ઉપદેશ, એ એ કાંતે, નહિ વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ, દયા દયા નિર્મળ અવિરોધ ! એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વ રૂપથી એ અળખે, તે ન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. આજ મને ઉછરંગ અનુપમ, જન્મ કૃતાર્થ જો ગ જણાય; વાસ્તવ્ય વસ્તુ, વિવેક વિવેચક, તે ક્રમ સ્પષ્ટ સમાર્ગ ગણાયો. ૨૧ શ્રીરાજવંદના. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનો ઉપદેશ (તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ ી; નિભકિત ગ્રહો તરુ ક્લ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો. ૧ ૨ નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્જરતા વણદામ ગ્રહો. ભજીને ભગવંત ભવંત લહો. ૨ સમભાવી સદા પરિણામ થશે, ડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લો. 3 શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવાર મહાપદને સમરો; નહિ એહ સમાન સુમંત્ર ો, ભજીને ભગવંત ભવંત લો. ૪ ૨૨ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ કરશો ક્ષય કેવળ રામ કથા, ધરશો શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવંત લો. - ૫ (બ્રહ્મચર્ય વિષે સુભાષિત ) (દોહરા) નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. ૩ વિષય રૂ૫ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જયમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ શ્રીરાજવંદના For Personal & Private Use Only ૨૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭ (મોક્ષમાળા શિક્ષાપાઠ - ૩૪) ( સામાન્ય મનોરથ ) (સવૈયા) મોહિનીભાવ વિચાર અધીન થઈ, ના નીરખું નયને પરનારી; પથ્થર, લ્ય ગણું પરવૈભવ, નિર્મળ તાત્ત્વિક લોભ સમારી ! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહો ભવહારી. તે ત્રિશલાતનયે મન ચિતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; નિત્ય વિશોધ કરી નવ તત્ત્વનો, ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું, શ્રીરાજવંદના ૨૪ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સં શયબીજ ઊગે નહીં અંદર, જે જિનનાં કથનો અવધારું; રાજ્ય, સદા મુજ એ જ મનોરથ, ધાર, થશે અપવર્ગ ઉતારુ. ૨ (મોક્ષમાળા શિક્ષાપાઠ-૪૫) (તૃષ્ણાની વિચિત્રતા) (મનહર છંદ) (એક ગરીબની વધતી ગયેલી તણા) હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને, મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને; સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાચંદ્ર માનો માનો શંકરાઈ મળી; વધે તૃણાઈ તોય જાય ન મરાઈને. ૧ કરોચલી પડી દાઢી ડાચાં તણો દાટ વળ્યો, કાળી કેશપટી વિશે શ્વેતતા છવાઈ ગઈ; શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ સુંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી તેમ દાંત આવલી તે, ખરી કે ખવાઈ ગઈ. વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અરે ! રાચંદ્ર એમ, યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ. ૨ કરોડોના કરજના શિર પર ડંકા વાગે, રોગથી રંધાઈ ગયું, શરીર સુકાઈને; પુરપતિ પણ માથે, પીડવાને તાકી રહો, પેટ તણી વેઠ પણ, શકે ન પુરાઈને. પિતૃ અને પરણી તે, મચાવે અનેક ધંધ, પુત્ર, પુત્રી ભાખે ખાઉં ખાઉં દુ:ખદાઈને; અરે ! રાજચંદ્ર તોય જીવ ઝાવા દાવા કરે, જંજાળ છે ગાય નહિ, તજી ષનાઈને. ૩ થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહા પડી, જીવન દીપક પામ્યો કેવળ ખાઈને ; છેલ્લી ઇસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તો તો ઠીક ભાઈને. ૨૬ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ હાથને હલાવી ત્યાં તો ખીજી બુકે સૂચવ્યું એ, બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને ! અરે ! રાચંદ્ર દેખો દેખો આશાપાશ ક્વો ? જતાં ગઈ નહિ ડોશે મમતા મરાઈને ! ૪ (મોક્ષમાળા શિક્ષાપાઠ-૪૯) અમૂલ્ય તત્વવિચાર (હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે વ્ર અો રાચી રહે ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો ધે? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નય ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો, એનો વિચાર નહીં અોછે ! એક પળ તમને ક્વો !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શકિતમાન થી જીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુ:ખ તે સુખ નહિ. ૩ શ્રીરાજવંદના ૨૦ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ હું કેણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું ? તેના સંબંધે વળગણા છે ? રાખું કે એ પરહરું ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો ર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય qળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો “તે જણે અનુભવ્યું; રે! આત્મ તારો ! આત્મ તારો ! શીઘ એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો આ વચનને હદયે લખો. ૫ (મોક્ષમાળા શિક્ષાપાઠ-૬ ૭) બીજાં સાધન બહુ કર્યા, કરી લ્પના આપ; અથવા અસગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ. પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચનસુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતશોગ. નિશ્ચય એથી આવિયો, ટળશે અહીં ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ. ૨૮ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણમાલિકા મંગલ (ઉપજાતિ) તપોપધ્યાને રવિરૂપ થાય, એ સાધીને સોમ રહી સુહાય; મહાન તે મંગળ પંક્તિ પામે, આવે પછી તે બુધના પ્રણામે. નિગ્રંથ જ્ઞાતા ગુરુ સિદ્ધિ દાતા, કાં તો સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે, સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે. ૨ (મોક્ષમાળા શિક્ષાપાઠ-૧૦૮) અનિત્ય ભાવના (ઉપજાતિ) વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તો જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ ! શ્રીરાજવંદના ૨૯ For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ (અશરણ ભાવના) (ઉપજાતિ) સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એ કાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહા સ્વાશે. (એકત્વભાવના ) (ઉપજાતિ) શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય; એ ભોગવે એક સ્વ આત્મ પોતે, એ કત્વ એ થી નયસુજ્ઞ ગોતે. (શાર્દૂલવિક્રીડિત) રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, . બૂઝયો ત્યાં કકળાટ કંકણતણો, શ્રોતી નમિ ભૂપતિ; સંવાદે પણ ઇન્દ્રથી દઢ રહો, એકત્વ સાચું કર્યું, એવા એ મિથિલેશનું ચરિત આ, સંપૂર્ણ અત્રે થયું. શ્રીરાજવંદના જ હા હા તણી, હાથી , ૩૦ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ( અન્યત્વ ભાવના) (શાર્દૂલવિક્રીડિત) ના મારાં તન રૂપ નંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં મૃત સ્નેહઓ સ્વન કે, ના ગોત્ર કે જ્ઞાત ના; ના મારાં ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના; રે! રે ! જીવ વિચાર એમ જ સદા, અન્યત્વદા ભાવના. (શાર્દૂલવિક્રીડિત). દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્ય વેગે ગયા, છાંડી રાન્સમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પા... અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રન કરો, વૈરાગ્ય ભાવે યથા. (અશુચિ ભાવના) (ગીતિવૃત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. શ્રીરાજવંદના ૩૧ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિ બોધ (તારાય છંદ) અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુ:ખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું. દોહરા જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જ્યાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. ૧ જ્ઞાની કે અજ્ઞાની જ્ન, સુખ દુ:ખ રક્તિ ન કોય; જ્ઞાની વેઠે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રોય. ૨ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. ૩ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. ૪ જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુ:ખના હેતુ, કારણ તેનાં બે ાં, રાગ દ્વેષ અણહેતુ. ૫ ૩૨ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ નથી ધર્યો દેહ વિષય વધારવા; નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. ૬ (પત્રાંક - ૧૫) સુખ કી સહેલી હે, અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લઘુ વયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ ? ૧ જ સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? ૨ જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉદ્યોત; તેમ તેમ ભવશંના, અપાત્ર અંતર જ્યોત. 3 કરી કલ્પના દેઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અતિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર. ૪ આ ભવ વણ ભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ; વિચારતાં પામી ગયા, આત્મધર્મનું મૂળ. ૫ (પત્રાંક – ૭૭) ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દેષ્ટિનો એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાપ્યા માનો તેહ. ૧ તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વાભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. ૨ શ્રીરાજવંદના For Personal & Private Use Only 33 Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધ નનો નિર્ધાર. 3 ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મોહ; તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને ો, સરળ દૃષ્ટિથી જોય. ૫ બાહ્ય પરિગ્રહ ગ્રંથિ છે, અત્યંતર મિથ્યાત્વ; સ્વભાવથી પ્રતિકૂળતા, (પત્રાંક - ૭૯) લોક પુરુષ સંસ્થાન (ચોપાઈ) કહ્યો, ૧. લોક પુરુષસંસ્થાને એનો ભેદ તમે કંઈ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ? ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જ્હાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. ૨ ૩૪ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ સુખી ? ૨. શું કરવાથી પોતે શું કરવાથી પોતે દુ:ખી ? પોતે શું ? ક્યાંથી છે એનો માગો શીઘ્ર જવા. આપ ? 3. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ૪. જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદ્વાદ સમજણ પણ ખરી. ૧ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂવિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુ:ખરંગ. ૨ ૧ શ્રીરાજવંદના ૩૫ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અં ત ને મધ્ય એ ક, લો કરૂપ અલ કે દેખ. ૨ જીવાજીવ સ્થિતિને જો ઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહિ ઉપાય; ““ઉપાય ાં નહીં ?'' શંકા જાય. ૩ એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુકિતયુત જીવ, નીરખી ટાળે શો ક સદીવ. બંધયુકત જીવ કર્મ સહિત, પુગલ રચના કર્મ ખચીત; પગલજ્ઞાન પ્રથમ લે જાણ, નરદે હે પછી પામે ધ્યાન. ૫ 3s શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ જો કે પુગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં છે; સમજણ બીજી પછી કહીશ, જયારે ચિત્તને સ્થિર થઈ શ. જહાં રાગ અને વળી કેષ, તહાં સર્વદા માનો કલે શ; ઉદાસીનતાનો જયાં વાસ, સકળ દુ:ખનો છે ત્યાં નાશ. ૧ સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિવણ; ભવ છે વટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. શ્રીરાજવંદના. ૩૦. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ( હોત આવા પરિવા) હોત આવા પરિવા, નહિ ઇનમેં સંદેહ; માત્ર દષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિનું કાલ; ઇનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. જિન સો હી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિન વચન, તત્ત્વજ્ઞાનીકો મર્મ. જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. એહિ દિશાકી મૂઢતા, હું નહિ જિનપું ભાવ; જિનમેં ભાવ બિનુ બૂ, નહિ છૂટત દુ:ખદાવા. વ્યવહારસે દેવ જિન, નિહચેલેં હૈ આપ; એહિ બચનમેં સમજ લે, જિનપ્રવચનકી છાપ. એહિ નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ; જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ. (હાથનોધ - ૧, ૧૪) શ્રીરાજવંદના ૩૮ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ મારગ સાચા મારગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ; હોતા સો તો જલ ગયા, ભિન્ન ક્યિા નિજ દેહ. સમજ, પિછેં સબ સરલ હૈ, બિનૂ સમજ મુશકીલ; યે મુશકીલી કયા કહું ?.. ખોજ પિડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય; યેહિ બ્રહ્માંડિ વાસના, જબ જાવે તબ... આપ આપકું ભૂલ ગયા, ઇનસેં ક્યા અંધેર ? સમર સમર અબ હસત હૈ, નહિ ભૂલેંગે ફેર. જ્યાં ક્લપના-લપના, તહાં માનું દુ:ખ છાંઈ; મિટે ક્લપના-લપના, તબ વસ્તુ તિન પાઈ. હે જીવ ! ક્યા ઇચ્છત હવે ? હૈ ઇચ્છા દુ:ખ મૂલ; જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ. ઐસી હઁસે મતિ ભઈ, આપ આપ હૈ નાહિં; આપનકું જબ ભૂલ ગયે, અવર કહાઁસે લાઈ. આપ આપ એ શોધસે, આપ આપ મિલ જાય; આપ મિલન નય બાપકો; (હાથનોંધ - ૧, ૧૨) શ્રીરાજવંદના For Personal & Private Use Only ૩૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ (બિના નયન) ૩ સત બિના નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સગુરુકે ચરન, સો પાવે સાક્ષાત્ . ૧ બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત. ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાનમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ; સબસે ન્યારા અગમ હૈ, વો જ્ઞાનીકા દેશ. 8 જપ, તપ ઔર વતાદિ સબ , તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સત્પષકે, તો સબ બંધન તોડ. ૬ (પત્રાંક - ૨૫૮) ૪૦ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ જડ ભાવે જડ (દોહરો) (૧) જs ભાવે ડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ લેઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. ૧ જડ ને s ત્રણ કળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? ૨ જો ડ છે ત્રણ કળમાં, ચેતન ચેતન હેય; બંધ મોક્ષ તો નહિ ઘટે, નિવૃત્તિ પ્રવૃત્તિ હોય. ૩ બંધ મોક્ષ સંયોગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ નહિ ત્યાગ સ્વભાવનો, ભાખે જિન ભગવાન. ૪ વર્તે બંધ પ્રસંગમાં, તે નિજ પદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણ. ૫ ગ્રહે અરૂપી રૂપીને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહીં, ક્વો નિ સિદ્ધાંત. ૬ પ્રથમ દેહ દૃષ્ટિ હતી, તેથી ભાસ્યો દેહ; હવે દેષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી નેહ. ૭ જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહનો, ભાખે જિન ભગવંત. ૮ શ્રીરાજવંદના ૪૧ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહીં નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે નિવર એમ. ૯ હોય તેનો નાશ નહિ, નહીં તેહ નહિ હેય; એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય. ૧૦ x (૨) પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૧ (પત્રાંક - ૨ ૬૬) (જિનવર કહે છે) (હરિગીત) જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહાં વિશેષે, જીવ કરવા નિર્મળો, નિવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૧ નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ વિચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો, નિવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૨ શ્રીરાજવંદના ૪૨ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કિધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહો, ઉપદેશ કેવળ નિર્મળો, નિવર હે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી. ક્વળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન ક્વળથી કળો, જિનવર હે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ શાસો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી મૅટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, નિવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૬ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રી નંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, નિવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭ શ્રીરાજવંદના ૪૩ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ વ્રત નીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થકર થશે, શ્રેણિક ઠાણંગ જોઈ લો; છેદ્યો અનંતા..... ............. .......... ૮ (પત્રાંક - ૨ ૬ ૭) = = = = = = = = = = = = = (અપૂર્વ અવસર) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?' કયારે થઈ બાહાંતર નિર્ગથ જો ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું ક્વ મહત્પરુષને પંથ જો ? અ-૧ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું ક્યું નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો. અ૦૨ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અ૩ શ્રીરાજવંદના ४४ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અ૪ સંયમના હેતુથી યોગપ્રવર્નના, સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિસ્વરૂપમાં લીન જો. અપ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અ૬ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અ૭ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો, અ૮ નગ્નભાવ, મુંsભાવ સહ અજ્ઞાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો. અ શરનું મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અ૧૦ એ કાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં શોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અ૦૧૧ શ્રીરાજવંદના ૪૬ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, સરસ અન્ને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યાં પુગલ એક સ્વભાવ જો. અ.૧૨ એમ પરાજય કરીને ચારિત્રમોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો. અ૧૩ મોહ સ્વયં ભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજતણો આત્યંતિક નાશ જો; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અ-૧૫ શ્રીરાજવંદના. ૪૦. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અ॰૧૬ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા, છૂટે જ્યાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય સુખદાયક પૂર્ણ અબંધ જો. અ૧૭ એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ ક્લંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂતિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહપદરૂપ જો. અ૧૮ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અ॰૧૯ શ્રીરાજવંદના ૪૮ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, ી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહતું તે જ્ઞાન જો. અ-૨૦ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાચંદ્ર મનને રહો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અ૨૧ (પત્રાંક - ૭૩૮) (મૂળ મારગ ) મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુ:ખ. મૂળ૦ ૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષ વાત. મૂળ૦ ૨ શ્રીરાજવંદના ૪૯ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એ કપણે અને અવિરુદ્ધ, મૂળ જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહાં સિદ્ધાંતે બુધ. મૂળ૦ ૩ લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દે શ કાળાદિ ભે દ, મૂળ પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ૦ ૪ હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણ પરમાર્થ, મૂળ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ ૫ છે દેહાદિથી ભિર આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહાં જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ ૬ જે જ્ઞાાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ કહાં ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત. મૂળ૦ ૭ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિગ. મૂળ૦ ૮ તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મરૂપ, મૂળ તેહ મારગ જિનનો પામિયો રે. ક્વિા પામ્યો તે નિસ્વરૂપ. મૂળ૦ ૯ એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ ઉપદે શ સગરનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. મૂળ ૧૦ એમ દેવ જિન દે ભાખિયું રે , મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ ભવ્ય જનોના હિતને કારણે રે, સંપે કહાં સ્વરૂપ. મૂળ૦ ૧૧ (પત્રાંક - ૭૧૫) - - - ----- - ૫૧ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ પંથ પરમ પદ બોધ્યો. (ગીતિ) પંથ પરમ પદ બોધ્યો, જે પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. ૧ મૂળ પરમપદ કરણ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨ જે ચેતન જડ ભાવો, અવલોક્યા છે મુનીંદ્ર સર્વજ્ઞ; તેવી અંતર આસ્થા, પ્રગટ્ય દર્શન કહાં છે તત્ત્વજ્ઞે. ૩ સમ્યક પ્રમાણપૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યમ્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાશ્ય. ૪ વિષયારંભ-નિવૃત્તિ, રાગ-દ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫ ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬ જીવ, અજીવ પદાર્થો, પુણ્ય, પાપ, આસવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહાં નવ પદાર્થ સંબંધ. ૭ જીવ અજીવ વિશે તે, નવે તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. ૮ (પત્રાંક - ૭૨૪) ૫૨ For Personal & Private Use Only શ્રીરાજવંદના Page #66 -------------------------------------------------------------------------- ________________ ( ધન્ય રે દિવસ) ધન્ય રે દિવસ આ અહો, જાગી રે શાંતિ અપૂર્વ રે; દશ વર્ષે રે ધારા ઊલસી, મસ્યો ઉદયકર્મનો ગર્વ રે. ધન્ય ઓગણીસસેં ને એકત્રીસે, આવ્યો અપૂર્વ અનુસાર રે; ઓગણીસમેં ને બેતાળીસે, અદ્દભુત વૈરાગ્ય ધાર રે. ધન્ય ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્ય રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભા રે. ધન્ય ત્યાં આવ્યો રે ઉદય કારમો, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક રંચ રે. ધન્ય શ્રીરાજવંદના પ૩ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ વધતું એમ જ ચાલિયું, હવે દીસે ક્ષીણ કાંઈ રે; ક્રમે કરીને જે તે જશે, એમ ભાસે મનમાંહી રે . ધન્ય યથા હેતુ જે ચિત્તનો, સત્ય ધર્મનો ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે. ધન્ય આવી અપૂર્વ વૃત્તિ અહો, થશે અપ્રમત્ત યોગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયોગ રે. ધન્ય અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે; તેથી દેહ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય (હાથનોધ - ૧, ૩૨) જ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ જડ ને ચેતન્ય બન્ને જડ ને ચૈતન્ય બને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે; સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. ૧ દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે; જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુ:ખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. ૨ (પત્રાંક - ૯૦૨) ૫૫ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ (અંતિમ સંદેશ) ૩ શ્રી જિન પરમાત્મને નમઃ (૧) ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. ૧ આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨ જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહાાં શાસ્ત્ર સુખદાઈ. ૩ જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સગુરુ, સુગમ અને સુખખાણ. ૪ ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. ૫ ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. ૬ પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭ પ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. ૮ મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જ્ગત ઇષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦ નહિ તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહિ ક્ષોભ; મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ તિલોભ. ૧૧ (૨) આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧ ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોક્તાં, વિલય થતાં નહિ વાર. ૨ (3) સુખ ધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમ્ પદ તે વર તે ય તે. (પત્રાંક -૯૫૪) શ્રીરાજવંદના ૫૭ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ (શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની સ્તુતિ ) પતિત જન પાવની, સર સરિતા સમી, અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ, જન્મ જન્માંતરો, જાણતા જોગીએ, આત્મ અનુભવ વડે આજ દીધી; ભકત ભગીરથ સમા, ભાગ્યશાળી મા, ભવ્ય સૌભાગ્યની વિનતીથી, ચારુતર ભૂમિના, નગર નડિયાદમાં, પૂર્ણ કૃપા પ્રભુએ કરી'તી. પતિત આત્મ-સિદ્ધિ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થી ને, ભાખ્યો અત્ર અગોય. ૨ કોઈ ક્રિયાજડ થઈ રહા, અજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરણા ઊપજે જોઈ. ૩ શ્રીરાજવંદના પ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ બાહા ક્રિયામાં રાચતા, અંતભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજs આઈ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજમાન. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮ સેવે સગુરુચરણને, ત્યાગી દઈ નિજાક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦ પ્રત્યક્ષ સરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ સગરના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકર શો ? સમયે નિસ્વરૂપ. ૧૨ શ્રીરાજવંદના પ૯ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્દગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રોકે જીવ સ્વચ્છંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય ર્ષ્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬ સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમતિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ . માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ અસદ્ગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ ૬૦ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; તેહ મતાર્થી લક્ષણો, અહીં કહા નિર્પક્ષ. ૨૩ મતાર્થી-લક્ષણ બ્રાહ્મત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજ જિનનું, રોી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સદગુરયોગમાં, વર્તે દષ્ટિ વિમુખ; અસરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુકિતનિદાન. ૨૭ લાં સ્વરૂપ ન વૃત્તિનું, ચહ્યુ વ્રત અભિમાન; ગ્રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધનરહિત થાય. ૨૯ - ૬૧ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ • - કાઈ ; જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન-અધિકારીમાં જ. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે હું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩ આત્માર્થી-લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ લ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સગર પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર૩૫ - એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭ શ્રીરાજવંદના ૬૨ For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગરબોધ સુહાય; તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને લય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આહી. ૪૨ ષપદનામકથા આત્મા છે', “તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ'; છે ભોકતા', વળી “મોક્ષ છે', “મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, ષદર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહાં જ્ઞાનીએ એહ. ૪૪ (૧) શંકા-શિષ્ય ઉવાચ (આત્માના હોવાપણારૂપ પ્રથમ સ્થાનકની શિષ્ય શંકા કહે છે :-) નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂ૫; બીજો પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપ. ૪૫ શ્રીરાજવંદના. For Personal & Private Use Only ૬૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંક તણો, સમજાવો સદુપાય. ૪૮ (૧) સમાધાન-સગુરુ ઉવાચ (આત્મા છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :-) ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બંને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જ રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઈંદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩ ૬૪ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ સર્વ અવસ્થાને વિશે, ન્યારો સદા જ્માય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, ક્હીએ કેવું જ્ઞાન ? ૫૫ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિક્લ્પ. ૫૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એપણું પામે નહીં ત્રણે કાળ યભાવ. ૫૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮ (૨) શંકા-શિષ્ય ઉવાચ (આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે :~) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર ક્યે વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ શ્રીરાજવંદના ૬૫ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ (૨) સમાધાન-સદ્ગુરુ ઉવાચ (આત્મા નિત્ય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે : દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય ? ૬૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દેશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિક્ની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭ આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એક્ને થાય. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિક્યું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯ શ્રીરાજવંદના ૬૬ For Personal & Private Use Only :-) Page #80 -------------------------------------------------------------------------- ________________ કયારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦ (3) શંકા-શિષ્ય ઉવાચ (આત્મા કર્મનો કર્તા નથી, એમ શિષ્ય કહે છે ) કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩ (3) સમાધાન-સગર ઉવાચ (કર્મનું કત્તપિણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સંગુર સમાધાન કરે છે :-) હોય ને ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ ? જવસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સજ્જ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. ૭૫ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ શ્રીરાજવંદના For Personal & Private Use Only Slo Page #81 -------------------------------------------------------------------------- ________________ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગયે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮ (૪) શંકા-શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોક્તાપણું જીવને નહિ હોય ? એમ શિષ્ય કહે છે :-) જીવ કર્મ કર્તા જ્હો, પણ ભોકતા નહિ સોય; શું સમજે જs કર્મ કે, ફળ પરિણામી હોય ? ૭૯ ફળદાતા ઈશ્વર ગણ્ય, ભોકતાપણું સધાય; એમ કહો ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, ગત નિયમ નહિ હેય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. ૮૧ (૪) સમાધાન-સદ્ગુરુ ઉવાચ (જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સગુરુ સમાધાન કરે છે ) ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જsધૂપ. ૮૨ શ્રીરાજવંદના ૬૮ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોકતાપણું જણાય. ૮૩ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫ તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. ૮૬ (૫) શંકા-શિષ્ય ઉવાચ (જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છે ) કર્તા ભોકતા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન કયાંય. ૮૮ (૫) સમાધાન-સદ્ગર ઉવાચ (તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે, એમ સગુરુ સમાધાન કરે છે :-) જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજ મોક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧ (૬) શંકા-શિષ્ય ઉવાચ (મોક્ષનો ઉપાય નથી, એમ શિષ્ય કહે છે :-) હોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો ક્યો, બને ન એહ વિવેક. ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપાર જ થાય ? ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવંગ; સમજું મોણ ઉપાય તો, ઉદય ઉદય સદભાગ્ય. ૯૬ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ (૬) સમાઘાત-સદ્ગુરુ ઉવાચ (મોક્ષનો ઉપાય છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે :) પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ્વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય ર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦ આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે હું પાઠ. ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? ૧૦૪ શ્રીરાજવંદના ७१ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ ષપદના ષપ્રશ્ન તે, પૂછયાં કરી વિચાર; " તે પદની સર્વાગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ જાતિ, વેષનો ભેદ નહિ, હ્યો માર્ગ જો હેય; સાધે તે મુકિત લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સગરબોધ; તો પામ સમકિતને, તે અંતરશોધ. ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સગરલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વર્ત નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપર વાસ. ૧૧ ૨ કેવળ નિસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; હીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩ શ્રીરાજવંદના ૦૨ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોકતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજુ કહીએ કેટલું ? કર વિચાર તો પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહક્સમાધિ માંય. ૧૧૮ શિષ્યબોધબીજપ્રાતિકથા સગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહાં, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્ય નિસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અર, અમર, અવિનાશી ને, દાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા ભોકતા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ શ્રીરાજવંદના ૦૩ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ અથવા નિપરિણામ જ, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોકતા તેહનો, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મોક્ષ કહો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ અવે ! અહે ! શ્રી સદ્ગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ ક્ય, અવે ! અહો ! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વત્ ચરણાધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬ ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; ખ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧ ૨૮ આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ ૦૪ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી હેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨ ગચ્છમતની જે લ્પના, તે નહિ સદવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સગુરુઆજ્ઞા નિદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ શ્રીરાજવંદના lou For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ મોહભાવ ક્ષય હેય જ્યાં, અથવા હેય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ ભ્રાંત. ૧૩૯ સકળ ગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છઠું વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વ દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ શ્રી સદ્ગુરુચરણાર્પણમસ્તુ (પત્રાંક – ૭૧૮) ૧ સાધન સિદ્ધ દશા અહીં, કહી સર્વ સંક્ષેપ; ષદર્શન સંક્ષેપમાં, ભાખ્યાં નિર્વિક્ષેપ. ૨ શ્રી સુભાગ્ય ને શ્રી અચળ, આદિ મુમુક્ષુ કાજ; તથા ભવ્યતિત કારણે, કહો બોધ સુખસાજ. ૦૬ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ છ પદનો પત્ર અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહાાં છે તે છ પદને સમ્યગદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહાાં છે. પ્રથમ પદ : “આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદઃ “આત્મા નિત્ય છે.” ઘટપટ આદિ પદાર્થો અમુક કળવર્તી છે. આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈપણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ સંયોગથી ઉત્પત્તિ ન હોય, તેનો કોઈને વિષે લય પણ હોય નહીં. ત્રીજું પદ : “આત્મા કર્તા છે.” સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્લિાસંપન્ન છે. ક્રિયા સંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિનો કર્તા છે. ચોથું પદ : “આત્મા ભોકતા છે.” જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય શ્રીરાજવંદના For Personal & Private Use Only ૦૮ Page #92 -------------------------------------------------------------------------- ________________ જ છે, અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કર્તા હોવાથી ભોકતા છે. પાંચમં પદઃ “મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું ર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોકતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠ્ઠ પદ : તે “મોક્ષનો ઉપાય છે.” જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં; પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે; જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુકિતગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છે પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વખદશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરે, તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર ૮૦ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પોતાને અધ્યાસથી એક્યતા થઈ છે, તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ - પ્રત્યક્ષ – અત્યંત પ્રત્યક્ષ - અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિષે તેને ઇષ્ટ - અનિષ્ટપણે પ્રાપ્ત થતું નથી. જન્મ, રા, મરણ, રોગાદિ બાધારતિ સંપૂર્ણ માહાભ્યનું ઠેકાણું એવું નિસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માનો નિશ્ચય થયો છે, તે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહાો છે, તે સત્પરુષોને અત્યંત ભકિતથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષો, તેનાં ચરણારવિદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો ! ૮૧ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશકિત છે; કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છળ્યા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભકિતનો ર્જા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પરુષ તેને અત્યંત ભકિતએ ફરી ફરી નમસ્કાર હો ! જે સત્પરુષોએ સશુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના લ્યાણને અર્થે જ્હી છે. જે ભકિતને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહજ આત્મબોધ થાય એમ જાણીને જે ભકિતનું નિરૂપણ કર્યું છે, તે ભકિતને અને તે સત્પરષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે જ્વળજ્ઞાન થયું છે, વિચારદશાએ જ્વળજ્ઞાન થયું છે, ઇચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી જ્વળજ્ઞાન વર્તે છે, તે જ્વળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખને પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પરુષના ઉપકરને સર્વોત્કૃષ્ટ ભકિતએ નમસ્કાર હો ! નમસ્કાર હો !! (પત્રાંક - ૪૯૩) (વીતરાગનો કહેલો) વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એ વો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પષના યોગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસારરોગ મટાડવાને બીજુ ક્રેઈ પૂર્ણ હિતારી ઔષધ નથી, એવું વારંવાર ચિતવન કરવું. શ્રીરાજવંદના ૮૩ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જ્ન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ ! આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહિ તો રત્નચિંતામણિ જ્યો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: (પત્રાંક - ૫૦૫) હે કામ ! હે માન ! હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મોહદયા ! હે શિથિલતા ! તમે શા માટે અંતરાય કરો છો ! પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ ! અનુકૂળ થાઓ. (હાથનોંધ ૨,/૧૯) ૮૪ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના હે ભગવાન ! હું બહુ ભૂલી ગયો, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં પ્લાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટખૂનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશકિત નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુકત થઉ એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, શ્રીરાજવંદના. ૮૫ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ નિવિકરી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું છું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (મોક્ષમાળા શિક્ષાપાઠ - ૫૬) (પ્રણિપાત સ્તુતિ) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુ:ખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો; જેથી મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. ૮S શ્રીરાજવંદના. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ આપની પરમભકિત અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવપર્યત અખંડ જાગ્રત રહો એટલું માનું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પત્રાંક - ૪૧૭) (દુર્લભ એવો મનુષ્યદેહ) દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જ પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે શ્રીરાજવંદના For Personal & Private Use Only Www.jainelibrary.org ૮ Page #101 -------------------------------------------------------------------------- ________________ ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. શ્રી સદગુરએ કહ્યો છે એવા નિર્ગથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. (પત્રાંક - ૬૯૨) કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વે રબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈપણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુ:ખી આત્માના દુ:ખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિસ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. (પત્રાંક - ૫૭), ८८ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી સદગુરુ ઉપકાર-મહિમા) પ્રથમ નમું ગુરુરાજને, જેણે આપ્યું જ્ઞાન; જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ-અભિમાન. ૧ તે કારણે ગરરાજને , પ્રણમું વારંવાર; કૃપા કરી મુજ ઉપરે, રાખો ચરણ મોઝાર.૨ પંચમ કાળે તું મળ્યો, આત્મરત્ન-દાતાર; કારજ સાર્યા માહરાં, ભવ્ય જીવ હિતકાર. ૩ અહો ! ઉપકાર તુમારડો, સંભારું દિનરાત; આવે નયણે નીર બહુ, સાંભળતાં અવદાત. ૪ અનંતકાળ હું આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત; દુષમ કાળે તું મળ્યો, રાજ નામ ભગવંત. ૫ રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ; જે જન જાણે ભેદ છે, તે કરશે ભવછેદ. ૬ અપૂર્વ વાણી તાહરી, અમૃત સરખી સાર; વળી તુજ મુદ્રા અપૂર્વ છે, ગુણગણ રત્ન ભંડાર. ૭ તુજ મુદ્રા તુજ વાણીને, આદરે સમ્યકૂવંત; નહિ બીજાનો આશરો, એ ગુહા જાણે સંત. ૮ બાહા ચરણ સંતનાં, ટાળે જનનાં પાપ; અંતરચારિત્ર ગુરુરાજનું, ભાંગે ભવ સંતાપ. ૯ શ્રીરાજવંદના ૮૯ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ (સાયંકાળનું દેવવંદન) મહાદેવ્યા: કુષિરત્ન, શબ્દજીતરવાત્મજમ્; રાજચંદ્રમહં વંદે, તત્ત્વલો ચનદાય કમ્. ૧ (પ્રભુ તત્ત્વલોચનદાયકમ) જ્ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. ૐકાર બિંદુસંયુકત નિત્યં ધ્યાયત્તિ યોગિન: કામદં મોક્ષદ ચંવ, ૐ કારાય નમો નમ: ૨ મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન; નમો તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. 3 વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિદ્ર૫; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. ૪ મહત્તત્ત્વ મહનીય મહ: મહાધામ ગુણધામ;. ચિદાનંદ પરમાતમાં, વંદો રમતા રામ. ૫ તીનભુવન ચૂડારતન, - સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. ૬ દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્; દર્શન સ્વર્ગસોપાન, દર્શન મોક્ષસાધનમ્. ૭ ૯૦ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ દર્શના દુરિતધ્વસિ, વંદના વાંચ્છિતપ્રદ: પૂનાત્ પૂરક: શ્રીણાં, જિન: સાક્ષાત્ સુરક્રમ: ૮ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનસે પામીએ, સક્લ મનોરથ-સિદ્ધિ. ૯ બ્રહ્માનંદ પરમસુખદં કેવલ જ્ઞાનમૂર્તિમ્, વધાતીત ગગન દેશ તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ્; એક નિત્ય વિમલમચલ સર્વદા સાક્ષીભૂતમ્, ભાવાતીતં ત્રિગુણરહિત સગુરુ તં નમામિ. ૧૦ આનન્દમાનન્દકર પ્રસન્ન, જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ; યોગીન્દ્રમીä ભવરોગવૈદ્ય, શ્રીમદ્ભરું નિત્યમહનમામિ. ૧૧ શ્રીમદ્ પરબ્રહ્મગુરૂં પદામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ; શ્રીમદ્ પરબ્રહ્મગુરું ભજામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું સ્મરામિ. ૧૨ ગુરુર્બહ્મા ગુરૂવિષ્ણુન્રર્દેવો મહેશ્વરઃ ગુરુ: સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મ શ્રી ગુરવે નમ: ૧૩ ધ્યાનમૂલં ગુરુમૂતિ પૂજામૂલં ગુરુપદમ્; મંત્રમૂલં ગુરુર્વાક્ય મોક્ષમૂલં ગુરુકૃપા. ૧૪ અખંડમંડલાક્ષરં વ્યાપ્ત યેન ચરાચરમ; તત્પદં દશિત યેન તસ્મ શ્રી ગુરવે નમ: ૧૫ શ્રીરાજવંદના. ૯૧ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા; ચન્મીલિતં યેન તસ્મ શ્રી ગુરવે નમ: ૧૬ ધ્યાનધૂપ મન:પુષ્પ પંચેન્દ્રિય હુતાશનમ્; ક્ષમાજાપ સંતોષપૂજા પૂજ્યો દેવો નિરંજન: ૧૭ દેવેષ દેવોડસ્તુ નિરંજનો મે, ગુર્ગધ્વસ્ત દમી શમી મે; ધર્મેષ ધર્મોડસ્તુ દયા પરોમે, વીયેવ તત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮ પરાત્પરગુરવે નમ: પરંપરાચાર્ય ગુરવે નમ: પરમગુરવે નમ: સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરવે નમો નમ: ૧૯ અહે ! અહે ! શ્રી સશુર, કરુણાસિ અપાર; આ પામર પર પ્રભુ ર્યો, અરે ! અરે ! ઉપકર. ૨૦ શું પ્રભુચરણ ને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્ત ચરણાધીન. ૨૧ - આ દાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ૨૨ ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ. ૨૩ જ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સગુરુ ભગવંત. ૨૪ ૯૨ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પંચાગ નમસ્કાર કરવો જ્ય જ્ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસીરિઆએ મર્થીએણ વંદામિ. પરમ પરુષ પ્રભુ સગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ ૨૫ પંચાગ નમસ્કાર કરવો જ્ય ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઇચછામિ ખમાસમણો વંદિઉં જાવજ્જિાએ નિસીરિઆએ મયૂએણ વંદામિ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૨૬ પંચાગ નમસ્કાર કરવો જ્ય જ્ય ગુરુદેવ ! સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઇચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજ્જાએ નિસાહિઆએ મલ્યુએણ વંદામિ. શ્રીરાજવંદના 1 ૯૩ 2 For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ નમોડસ્તુ નમોડસ્તુ નમોડસ્તુ, શરણ, શરણં, શરણે, ત્રિકલશરણે, ભવોભવ શરણં, સદ્ગુરુશરણે, સદા સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હો, વિનયવંદન હોય, સમયાત્મક વંદન હો; ૐ નમોડસ્તુ જ્ય ગુરુદેવ શાંતિ; પરમ તારું, પરમ સન, પરમ હેતુ, પરમ દયાણ, પરમ મયાણ, પરમ કૃપાળ, વાણીસુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, મા હણો મા હણો' શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમલ મેરે હૃદયકમલમેં અખંડપણે સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે; સત્પરુષોા સસ્વરૂપ, મેરે ચિત્તતિકે પટપર ટંકોત્કીર્ણવત્ સદોદિત, જયવંત રહેં, જ્યવંત રહે. આનન્દમાનન્દકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપ નિજબોધરૂપમ્; યોગીન્દ્રમીયં ભવરોગવૈદ્ય શ્રીમદ્દ ગુનિયમહનમામિ. ૯૪ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ (વંદન તથા પ્રણિપાતસ્તુતિ) અહો ! અહો ! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ ક્ય, અવે ! અહે ! ઉપકર. ૧ શું પ્રભુચરણ ને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વત્ ચરણાધીન; ૨ આ દેહાદિ આજથી, વર્તા પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. ૩ ષટ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૪ જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત. ૫ પરમ પુરુષ પ્રભુ સગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૬ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૭ (૬) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, રા, મરણાદિ સર્વ દુ:ખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ શ્રીરાજવંદના લ્પ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ પુરષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિદમાં નમસ્કાર કરું છું. આપની પરમભકિત અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહો, એટલું માનું છું તે સફળ થાઓ ! 3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (પત્રાંક - ૪૧૭) ( સદગુરુના ઉપદેશથી સમજ જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુજ્ય. સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. નડિયાદ, આસો વદ ૨, ૧૯૫૨ (પ્રાર્થના ) અશુદ્ધાત્મા શુદ્ધાત્માને અરજ કરે છે. હે પરમેશ્વર ! શુદ્ધાત્મા ! મારા હૃદયને દયાથી ભરપૂર કર. હે સત્ય ! મારા હૃદયમાં આવ. શ્રીરાજવંદના CS For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ હેશીલના સ્વામી !મને શીલથી બચાવ.મને સંતોષથી ભરપૂર કર કે જેથી હું પરવસ્તુ પર નજર ન કરું. જે જેને ભોગવવાને તેં આપ્યું તે હુંના ચાહું. તું નિષ્પાપ, પૂર્ણ પવિત્ર છે. તારી પવિત્રતા મારામાં ભર.મને પાપરહિત કર. જ્ઞાન, વૈર્યશાંતિ અને નિર્ભયતા મને આપ. તારાં પવિત્ર વચનથી મારાં પાપ ધો. હે આનંદ ! મને આનંદથી ભરપૂર કર. મને તારી તરફ ખેંચ. હે દેવ ! મેં તારી આજ્ઞા તોડી છે, તો મારો હવે શું હવાલ થશે ? હું પાપમાં-બૂડી રહ્યો . હરઘડી પાપના કામમાં જ હર્ષમાની રહ્યો છું. તારું કૃપાદાનનું તેડું મારી તરફ આવ્યું કે તું મને પોતા તરફ બોલાવે છે. તારી પવિત્રતા મને દર વખતે ચેતાવે છે કે આ પાપમાં તું ના પેસ. માટે હવે હું તારી પવિત્રતાનું સન્માન કરું. મને પવિત્ર આત્માથી ભરપૂર કર. તારી સર્વે આજ્ઞા પાળવાની બુદ્ધિ તથા શકિત મને આપ. મોહશત્રુના કબજામાંથી મને છોડાવ. હું બાળક છું, માટે દર સમય મને બચાવ, પડવા ન દે. મને તારામાં રાખ; તું મારામાં રહે.જેતારી કૃપા નજર થઈ તે પૂરી કર. શ્રીરાજવંદના Clo For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ તારા સિવાય જોઈ દાતા નથી.તારી આજ્ઞાના બગીચામાંથી મને બહાર ના મૂક. તારી શાંતિના સમુદ્રમાં મને ઝીલાવ. તારો સર્વે મહિમા મને દેખાડ. તું આનંદ છે, તે પ્રેમ છે. તું દયા છે, તું સત્ય છે, તું સ્થિર છે, તું અચળ છે, તું નિર્ભય છે, તું એક શુદ્ધ નિત્ય છે, તું અબાધિત છે, તારા અનંત અક્ષય ગુણથી મને ભરપૂર કર. દૈહિક કામનાથી અને વિષયની ભીખથી મારા દિલને વાર, કષાયની તપ્તિથી બચાવ. મારાં સર્વે વિનો દૂર કર, સ્થી સ્થિરતા અને આનંદથી હું તારી સિદ્ધિને અનુભવું. મારી સર્વે શુભેચ્છા તારા વચનપસાયથી પૂર. સાચા માર્ગ બતાવનાર ગુરુના પસાયથી પૂર.મને જૂઠા હઠવાદથી અને જૂઠા ધર્મથી છોડાવ. કુગુરુના ફંદથી બચાવ. તારા પસાયથી મન, વચન ને શરીર આદિજ શકિત હું પામ્યો છું તે સર્વે શકિત હુંખોટા વા પાપના કામમાં ન વાપરું અને ફોગટ વખત ન ગુમાવું એ બુદ્ધિ આપ. તારા પસાયથી હું સર્વેને સુખનું કારણ થાઉં, કોઈને દુ:ખનું કારણ ન થાઉં; માટે મને સત્ય અને દયાથી ભરપૂર કર, અને જે મને યોગ્ય હોય તે આપ. ખોટા મનોરથ અને વ્યર્થ વિચારથી હંમેશાં બચાવ. ૯૮ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ત્રણ મંત્રની માળા. (૧) સહજાન્મસ્વરૂપ પરમગુરુ (૨) આતમભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. (૩) પરમગુરુ નિગ્રંથ સર્વશદેવ (મેરી ભાવના) સિને રાગદ્વેષ કામાદિક જીતે સબ જગ જાન લિયા, સબ જીવોકો મોક્ષમાર્ગક નિસ્પૃહ હે ઉપદેશ દિયા; બુદ્ધ વીર જિન હરિહર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન ો, ભક્તિભાવસે પ્રેરિત હે યહ ચિત્ત ઉસમેં લીન રહે. ૧ વિષયોક આશા નહીં જિનકે, સામ્યભાવ ધન રખતે હૈં, નિજ પરકે હિત સાધનમેં જો નિશદિન તત્પર રહતે હૈ, સ્વાર્થ ત્યાગકી ઠિન તપસ્યા, બિના ખેદ જો કરતે હૈ, ઐસે જ્ઞાની સાધુ ગતકે, દુ:ખ સમૂહકો હરતે હૈ. ૨ શ્રીરાજવંદના. ૯૯ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ રહે સદા સત્સંગ ઉીંક, ધ્યાન ઉીંક નિત્ય રહે, ઉન હી સી ચર્યામેં યહ, ચિત્ત સદા અનુરત રહે; નહીં સતાઊ કિસી જીવક, જૂઠ કભી નહીં ા કરું, પરધન વનિતા પર ન ઉભાઊં, સંતોષામૃત પિયા કરું. ૩ અહંકરા ભાવ ન રખું, નહીં કિસી પર ક્ષેધ કરું, દેખ દૂસરોંકી બઢતીકો, કભી ન ઈર્ષા ભાવ ધરું; રહે ભાવના ઐસી મેરી, સરલ સત્ય વ્યવહાર કરું, બને જાંતક ઇસ જીવનમેં, ઔરોંકા ઉપકાર કરું. ૪ મૈત્રીભાવ જગતમેં મેરા, સબ જીવોંસે નિત્ય રહે, દીન-દુ:ખી જીવો પર મેરે, ઉરસે કરુણા સ્ત્રોત બહે; દુર્જન ક્રૂર ક્વાર્ટરત પર, ક્ષોભ નહીં મુઝક આવે, સામ્યભાવ રક્ખું મેં ઉનપર ઐસી પરિણતિ હે જાવે. ૫ ગુણીજનોં કો દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે; બને āતક ઉનક સેવા, કરકે યહ મન સુખ પાવે; હેઊ નીં ક્લબ ભી મૈં, દ્રોહ ન મેરે ઉર આવે, ગુણ ગ્રહણકા ભાવ રહે નિત, દષ્ટિ ન દોષો પર જાવે. ૬ - કઈ બુરા ો યા અચ્છા, લક્ષ્મી આવે યા જાવે, લાખો વર્ષો તક જીઊં યા, મૃત્યુ આજ ી આ જાવે; ૧૦૦ શ્રીરાજવંદના For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ અથવા કોઈ કેસા હી ભય, યા લાલચ દેને આવે, તો ભી ન્યાય માર્ગસે મેરા ભી ન પદ ડિગને પાવે. ૭ હેકર સુખમેં મગ્ન ન ફૂલે, દુ:ખમેં કભી ન ઘભરાવે, પર્વત નદી સ્મશાન ભયાનક અટવીસે નીં ભય ખાવે; રહે અડોલ અલ્પ નિરંતર, યહ મન દેઢતર બન જાવે, ઇષ્ટ વિયોગ અનિષ્ટ યોગમેં, સહનશીલતા દિખલાવે. ૮ સુખી રહે સબ જીવ ગતકે, કોઈ કમી ન ઘભરાવે, વૈર પાપ અભિમાન છોડ ગ, નિત્ય નયે મંગલ ગાવે; ઘર ઘર ચર્ચા રહે ધર્મી દુક્ત દુષ્કર હો જાવે, જ્ઞાન ચરિત ઉન્નત કર અપના, મનુજ જન્મફલ સબ પાવે. ૯ ઇતિ-ભીતિ વ્યાપે નહીં મેં, વૃષ્ટિ સમય પર હુઆ કરે, ધર્મનિષ્ઠ હોકર રાજા ભી, ન્યાય પ્રજાક યિા કરે; રોગ મારી દુભિક્ષ ન કૈલે, પ્રજા શાન્તિસે યિા કરે, પરમ અહિસા ધર્મ ગતમેં કૈલ સર્વ હિત કિયા કરે. ૧૦ ફેલે પ્રેમ પરસ્પર ગમેં, મોહ દૂર પર રા કરે, અપ્રિય ટુક કઠોર શબ્દ નીં, લેઈ મુખસે ા કરે; બનકર સબ “યુગ-વીર' દયસે દેશોન્નતિરત રહ કરે, વસ્તુસ્વરૂપ વિચાર ખુશીસે, સબ દુ:ખ સંકટ સહ કરે. ૧૧ શ્રીરાજવંદના ૧૦૧ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર ભકિત એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે, માટે તે સર્વોત્કૃષ્ટ છે. ભકિતથી અહંકાર મટે, સ્વછંદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભકિતમાર્ગ શ્રેષ્ઠ છે. આત્માર્થે વિચારમાર્ગ અને ભકિતમાર્ગ આરાધવા યોગ્ય છે. ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દેઢ નિશ્ચય છે કે - ભક્તિ એ સર્વોપરી માર્ગ છે; અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. પ્રશસ્ત પુરુષની ભકિત કરો, તેનું સ્મરણ કરો; ગુણ ચિંતન કરો. Jain Education Inernational For Personar & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ''હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છે.' - સંત શ્રી આત્માનંદજી મક સાધના તા કેન્દ્ર-કોબ, ઇદ્ર આધ્યા માતા સતસંગ ભારત 25 ild શ્રીમદ્ રાજચ બી-૩૮૨૦૦. 2007. શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (શ્રી સદ્ભુત-સેવા-સાધના કેન્દ્ર સંચાલિત) કોબા-૩૮૨ 007 (જિ. ગાંધીનગર, ગુજરાત) ફોન: (079) 23276219, 23206483-84 ફેક્સ : (079) 23206142 For Personal & Private Use Only Ajay Offset 98254 77745