SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સંકટ શોક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન; ઇચ્છા વિકળ અચળ કરો, ભયભંજન ભગવાન. ૯ આધિ વ્યાધિ ઉપાધિને, હરો તંત તોફાન; કરુણાળુ કરુણા કરો, ભયભંજન ભગવાન. ૧૦ કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે સ્નેહે હરો, ભયભંજન ભગવાન. ૧૧ શકિત શિશુને આપશો , ભકિત મુકિતનું દાન; તુજ જુક્ત જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૨ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભકિતનું ભાન; આર્ય પ્રજાને આપશો, ભયભંજન ભગવાન. ૧૩ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જંપ વણ કંપ દે, ભયભંજન ભગવાન. ૧૪ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણા ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૫ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૬ વિનય વિનંતી રાયની, ધરો કૃપાથી ધ્યાન; માન્ય કરો મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૭ શ્રીરાજવંદના ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005410
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2008
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy