________________
આ જીવ ને આ દેહ એવો, ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કિધાં ત્યાં સુધી, મોક્ષાર્થ તે ભાખ્યાં નહીં; એ પાંચમે અંગે કહો, ઉપદેશ કેવળ નિર્મળો, નિવર હે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૩ કેવળ નહીં બ્રહ્મચર્યથી. ક્વળ નહીં સંયમ થકી, પણ જ્ઞાન ક્વળથી કળો, જિનવર હે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૪ શાસો વિશેષ સહિત પણ જો, જાણિયું નિજરૂપને, કાં તેહવો આશ્રય કરજો, ભાવથી સાચા મને; તો જ્ઞાન તેને ભાખિયું, જો સમ્મતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૫ આઠ સમિતિ જાણીએ જો, જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તેહને, અનુસાર તે મોક્ષાર્થથી; નિજ કલ્પનાથી મૅટિ શાસ્ત્રો, માત્ર મનનો આમળો, નિવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૬ ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વનાં, શ્રી નંદીસૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે ઠરો, નિવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. ૭
શ્રીરાજવંદના
૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org