SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશકિત છે; કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઇચ્છળ્યા વિના માત્ર નિષ્કારણ કરૂણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારો શિષ્ય છે, અથવા ભકિતનો ર્જા છે, માટે મારો છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પરુષ તેને અત્યંત ભકિતએ ફરી ફરી નમસ્કાર હો ! જે સત્પરુષોએ સશુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના લ્યાણને અર્થે જ્હી છે. જે ભકિતને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહજ આત્મબોધ થાય એમ જાણીને જે ભકિતનું નિરૂપણ કર્યું છે, તે ભકિતને અને તે સત્પરષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો ! શ્રીરાજવંદના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005410
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2008
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy