SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ નિવિકરી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું છું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ (મોક્ષમાળા શિક્ષાપાઠ - ૫૬) (પ્રણિપાત સ્તુતિ) હે પરમકૃપાળુ દેવ ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુ:ખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો; જેથી મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. ૮S શ્રીરાજવંદના. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005410
Book TitleRajvandana
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Adhyatmik Sadhna Kendra Koba
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2008
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy