________________
નિર્મળ થવાને કાજે, નમો નીતિ નેમથી; વદે રાયચંદ વીર, એવું ધર્મરૂપ જાણી, ‘ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખો ન વે'મથી.' ૪
ધર્મ વિના પ્રીત નહીં, ધર્મ વિના રીત નહીં, ધર્મ વિના હિત નહીં, ક્યું ન કામનું; ધર્મ વિના ટેક નહીં, ધર્મ વિના નેક નહીં, ધર્મ વિના ઐક્ય નહીં, ધર્મ ધામ રામનું, ધર્મ વિના ધ્યાન નહીં, ધર્મ વિના જ્ઞાન નહીં; ધર્મ વિના ભાન નહીં, જીવ્યું કોના કામનું ? ધર્મ વિના તાન નહીં, ધર્મ વિના સાન નહીં, ધર્મ વિના ગાન નહીં, વચન તમામનું. ૫
ધર્મ વિના ધન ધામ, ધાન્ય ધૂળધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં, પિતા ધરાય છે; ધર્મ વિના ધીમંતની, ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું ધૈર્ય, ધૂમ્ર થૈ ધમાય છે; ધર્મ વિના ધરાધર, ધૃતાશે ન ધામધૂમે, ધર્મ વિના ધ્યાની ધ્યાન, ઢોંગ ઢંગે ધાય છે; ધારો ધારો ધવળ, સુધર્મની ધુરંધરતા, ધન્ય ! ધન્ય ! ધામે ધામે, ધર્મથી ધરાય છે. ૬
૧૯
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org