________________
નિવૃત્તિ બોધ
(તારાય છંદ)
અનંત સૌખ્ય નામ દુ:ખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુ:ખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા !! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળ રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.
દોહરા જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જ્યાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર. ૧ જ્ઞાની કે અજ્ઞાની જ્ન, સુખ દુ:ખ રક્તિ ન કોય; જ્ઞાની વેઠે ધૈર્યથી, અજ્ઞાની વેઠે રોય. ૨ મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કોઈ ઉપાય. ૩ વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. ૪ જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુ:ખના હેતુ, કારણ તેનાં બે ાં, રાગ દ્વેષ અણહેતુ. ૫
૩૨
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org