________________
સર્વ અવસ્થાને વિશે, ન્યારો સદા જ્માય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, ક્હીએ કેવું જ્ઞાન ? ૫૫ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિક્લ્પ. ૫૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એપણું પામે નહીં ત્રણે કાળ યભાવ. ૫૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮ (૨) શંકા-શિષ્ય ઉવાચ
(આત્મા નિત્ય નથી, એમ શિષ્ય કહે છે :~) આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર ક્યે વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ શ્રીરાજવંદના
૬૫
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org