________________
મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીયે ક્યાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે ક્રેઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત માણિક્યથી, જે પરમ પ્રેમે પે'રતા પોંચી કળા બારીકથી; એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મુખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૩ મૂછ વાંકડી કરી ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટક્યા તજી સહુ સોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૪ છો ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચક્રી ચાલિયા હોતા નહોતા હોઈને, ન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૫ જે રાજનીતિનિપૂણતામાં ન્યાયતંતા નીવડ્યા. અવળા ક્યું ના બધા સવળા સદા પાસા પડ્યા;
૬
શ્રીરાજવંદના
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org