________________
શુદ્ધબુદ્ધિ બ્રહ્મચારી, મુખબાની પૂર્ણ પ્યારી, સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હો. રાગદ્વેષસે રહિત પરમ પુનિત નિત્ય, ગુનસે ખચિત ચિત્ત, સજ્જન સમાન હો; રાયચંદ ભૈર્યપાલ, ધર્મ ઢાલ ક્રોધ કાલ, મુનિ તુમ આગે મેરે, પ્રનામ અમાન હો.
(શાર્દૂલવિક્રીડિત) માયા માન મનોજ મોહ મમતા, મિથ્યાત મોડી મુનિ, ધોરી ધર્મ ધરેલ ધ્યાન ધરથી, ધારેલ પૈર્ય ધૂની; છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા, ને શિયળે ચંડના, નીતિ રાય દયા-ક્ષમાધર મુનિ, કોટિ કરું વંદના.
(કાળ કોઈને નહિ મૂકે)
(હરિગીત) મોતીતણી માના ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાતણા શુભ હારથી બહુ કંઠકંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૧ શ્રીરાજવંદના
૧૫
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org