Book Title: Vijaynandansuri Smarak Granth
Author(s): Ratilal D Desai
Publisher: Visha Nima Jain Sangh Godhra

View full book text
Previous | Next

Page 12
________________ થોડીક ભક્તિનો સુયોગ (સંપાદકીય) ભૂતકાળનું સ્મરણ કરું છું તો, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને એમના સમુદાયના પરિચયમાં આવવાનો સુઅવસર મને મળે, એ વાતને ચાર દાયકા કરતાં પણ વધુ સમય થયો. વિ. સં. ૧૯૦ માં અમદાવાદમાં, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના મુનિવરનું યાદગાર સંમેલન મળ્યું હતું. આ સંમેલને શ્રીસંઘમાં પ્રવર્તતા અનિચ્છનીય વાતાવરણને દૂર કરવા માટે, પટ્ટકરૂપે, અગિયાર નિર્ણ કર્યા હતા. એમાં દસમા નિર્ણયથી જેનધર્મ, જૈન શાસ્ત્ર, તીર્થો વગેરે ઉપર થતા આક્ષેપોનો પ્રતીકાર કરવા માટે પાંચ શ્રમણ ભગવંતોની એક પ્રતીકાર સમિતિ રચવામાં આવી હતી. આ પાંચ શ્રમણ ભગવતેમાં પરમપૂજ્ય આચાર્ય મહારાજ (તે વખતે પંચાસ) શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમિતિએ “શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિની સ્થાપના કરીને એના મુખપત્ર તરીકે “શ્રી જૈન સત્ય પ્રકાશ” નામે માસિક શરૂ કર્યું હતું. આ સમિતિના સંચાલન માટે અને એના માસિકના સંપાદન માટે, આ શ્રમણ-સમિતિના એક સભ્ય અને મારા ચિરપરિચિત, પરમપૂજ્ય મુનિરાજ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) મહારાજની ભલામણથી, મને રાખવામાં આવ્યો હતો. આને લીધે મારે, સમિતિના કામકાજ માટે, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્યસૂરિજી મહારાજના નિકટના સંપર્કમાં રહેવું પડતું હતું. અને તેઓ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના વિદ્વાન શિષ્ય હતા, એટલે ક્રમે ક્રમે એ મહાન આચાર્ય મહારાજ તથા એમના સમુદાયના ઘણાખરા વિદ્વાન આચાર્યો તથા મુનિવરેના પરિચયમાં આવવાનો સુઅવસર પણ મને મળ્યું હતું, એટલું જ નહીં, શાસનસમ્રાટશ્રીની થોડીક કૃપા-પ્રસાદી મેળવવા પણ હું ભાગ્યશાળી બન્યો હતો. આ સમુદાયના સાધુ-મુનિરાજે આ પરિચય થયો તેથી સ્વાભાવિક રીતે જ પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના સંપર્કમાં આવવાનુંય બન્યું હતું અને છતાં, એ વખતે, એમનો નિકટનો સંપર્ક સાધીને એમની અનેક આંતરિક શક્તિઓનાં અને સાધુજીવનની શેભારૂપ અનેક સદગુણોનાં દર્શન હું નહોતો કરી શક્યો. તે વખતે તે હું એમને શાસનસમ્રાટના અનન્ય વિશ્વાસપાત્ર પ્રશિષ્ય, આદર્શ ગુરુભક્તિપરાયણ, અનેક શાસ્ત્રો અને વિદ્યાઓમાં વિશારદ, વ્યવહારદક્ષ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 536