Book Title: Vijaynandansuri Smarak Granth
Author(s): Ratilal D Desai
Publisher: Visha Nima Jain Sangh Godhra

View full book text
Previous | Next

Page 10
________________ સ્વ. શેઠશ્રી સારાભાઈ જેસિંગભાઈ શેરદલાલ જ-વિ. સં. ૧૫ર, પિષ સુદ ૩, ગુરુવાર. રવર્ગવાસ-વિ. સં. ૨૦૩૩, પોષ સુદ ૮, મંગળવાર જીવનઝરમર શ્રેષ્ઠીવર્ય શ્રી સારાભાઈને જન્મ શ્રેષ્ઠીવર્ય શ્રી જેસિંગભાઈ કાલીદાસને ત્યાં અમદાવાદ શહેરમાં થયા હતા. બાલ્ય અવસ્થાથી જ તેઓનો ધર્માનુરાગ ધ્યાન ખેંચે તેવો હતો. માતા-પિતા તરફથી ધર્મના સંસ્કાર મળતા રહ્યા અને તેઓશ્રીના ધર્મગુરુ સૂરિસમ્રાટ આચાર્યદેવ પૂજ્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ દ્વારા સીંચન પામીને તેમના ધર્મ સંસ્કાર વધુ ને વધુ પુષ્ટ થતા ગયા હતા. સમાજમાં તથા વ્યાપારિક ક્ષેત્રમાં તેઓશ્રીએ સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. શેરબજારમાં તેઓશ્રીનું નામ એક અગ્રગણ્ય શેરદલાલ તરીકે પંકાતું હતું. આ રીતે તેઓએ પોતાના પિતાની ઉજજવળ કારકિર્દીને વધુ ઉજજવળ બનાવી હતી. તેઓશ્રીનાં લગ્ન વિ. સં. ૧૯૭ માં પનવેલ (મહારાષ્ટ્ર) નિવાસી શેઠશ્રી તારાચંદ કપાસીનાં સુપુત્રી શ્રીમતી શણગારબહેન સાથે થયાં હતાં. શ્રીમતી શણગારબહેન ઘણાં સુશીલ, સદગુણાનુરાગી, પ્રેમાળ તેમ જ અપૂર્વ ધર્મનિષ્ઠાવાળાં છે. તેઓશ્રીને બે પુત્રો શ્રી ચીનુભાઈ તથા શ્રી બુદ્ધિધનભાઈ તથા બે પુત્રીઓ કુસુમબહેન અને શ્રીમતીબહેન છે. એ બધાં ધર્મ પ્રત્યે દઢ અનુરાગ ધરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 536