Book Title: Vijaynandansuri Smarak Granth Author(s): Ratilal D Desai Publisher: Visha Nima Jain Sangh Godhra View full book textPage 9
________________ [૬] વિચારને આકાર આપવાની ભાવનાથી આ સ્મારકગ્રંથ પ્રગટ કરવાની યોજના પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મહારાજ તથા એમના વિવેક-વિનયસંપન્ન સુશિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી શીલચંદ્રવિજયજી મહારાજે કરી હતી. આ યોજના પ્રમાણે લેખસામગ્રી, ચિત્રસામગ્રી અને સુઘડ-સ્વછ છાપકામ એમ અનેક દષ્ટિએ સુંદર કહી શકાય એવો આ ગ્રંથ અમે પ્રકાશિત કરી શક્યા છીએ એથી અમે ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને આવા સુકૃતને સુઅવસર મળવા બદલ અમારી જાતને ધન્ય માનીએ છીએ. આ ગ્રંથ અનેક ભાવનાશીલ વ્યક્તિઓના ઉમળકાભર્યા સહકારથી જ તૈયાર થઈ શકે છે. આમાં સૌથી પહેલાં તો આ ગ્રંથ માટે ઉદારતા અને ભક્તિપૂર્વક આર્થિક સહાયતા આપનાર સંઘ, સંસ્થાઓ તથા ભાઈઓ-બહેનેને અમે હાર્દિક આભાર માનીએ છીએ. એમની આવી સહાય વગર આ દળદાર ગ્રંથ પ્રકાશિત કરવાનું શક્ય જ ન હતું એ કહેવાની જરૂર નથી. આ ગ્રંથનું સંપાદન કરવાની જવાબદારી ભાઈશ્રી રતિલાલ દીપચંદ દેસાઈને સોંપવામાં આવી હતી. એમણે આ જવાબદારીને ન્યાય આપવાને યથાશક્ય પૂરે પ્રયત્ન કર્યો છે. અમારા ગોધરા શહેરના જ વતની અને જૈન સંઘમાં જાણીતી “જેન પ્રકાશન મંદિર” નામે પુસ્તકનું પ્રકાશન તથા વેચાણ કરતી અમદાવાદની સંસ્થાના માલિક ભાઈશ્રી જસવંતલાલ ગિરધરલાલ શાહે, ખાસ આ ગ્રંથના મુદ્રણ માટે જ, શ્રી પાર્શ્વ પ્રિન્ટરી શરૂ કરી હતી, તેથી જ આટલા મોટા ગ્રંથનું સ્વરછ, સુઘડ અને સમયસર મુદ્રણ થઈ શક્યું છે. શ્રી તપાગચ્છીય શેઠશ્રી જિનદાસ ધર્મદાસ ધાર્મિક ટ્રસ્ટ (કદંબગિરિ)ના ધર્માનુરાગી કાર્યવાહકોએ આમાં મારી મદદ આપી છે. જાણીતા ચિત્રકાર શ્રી જયેન્દ્રભાઈ પંચોલીએ આ ગ્રંથની કવરડિઝાઈન તથા અંદરના ટાઈટલ પેજનું સુંદર ચિત્ર દોરી આપેલ છે. અમદાવાદના સાધના પ્રિન્ટ બધી છબીઓનું સુંદર છાપકામ કરી આપેલ છે. આ બધાનો અમે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ. જૈન સંઘના તેમ જ અમારા સંઘના પરમ ઉપકારી ગુરુમહારાજના સ્મરણરૂપે તયાર કરવામાં આપેલ આ ઉત્તમ અને સુંદર ગ્રંથ પ્રકાશિત કરવાનો લાભ અમારા સંઘને મળ્યો તેને અમે અમારું મેટું સદભાગ્ય અને પુણ્યનો વેગ માનીએ છીએ. સ્વસ્થ ગુરુ દેવથી પરિચિત-અપરિચિત સૌ ગુણના કરકમળમાં આ ગ્રંથ અર્પણ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ અને એ ગુરુવર્યને ભાવપૂર્વક વંદના કરીએ છીએ. શરાફ બજાર, ગોધરા શ્રી વિશા નીમા જન સંઘ, ગોધરા વતી શરદ પૂનમ, વિ. સં. ૨૦૩૩ વાડીલાલ છગનલાલ હેમચંદ શરાફ તા. ૨૬–૯–૧૯૭૭, મુખ્ય વહીવટદાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 536