Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat
View full book text
________________
આલોચન બ્રાહ્મણ, બાલબ્રહ્મચારી, પુણ્યપ્રતાપી, સ્વર્ગસ્થ શ્રીમદ્ વિજયકમલસૂરિવરના *
ચાર શિષ્યો પૈકી એક છે. આ સૂરિવરે વિશ્વના મીમાંસક સહૃદયને માટે મત-મીમાંસા રચી છે. અહિંસાના પ્રચારની ધગશ ધરાવનારા પુણ્યલેકે વૃદ્ધાવસ્થામાં પણ સેનાપાસ ખેલ સમશેર બહાદુર નામદાર ગાયકવાડ શ્રીમંત સરકાર સયાજીરાવ મહારાજના આમંત્રણને માન આપી અહિંસા સંબન્ધી ભૂરિ ભૂરિ ઉપદેશ આપ્યો હતો. તેમના આ વિદ્વાન્ શિષ્ય ગુરુકૃપાના પ્રસાદીરૂપ વૈરાગ્યરસમંજરી રચી છે.
ગૂર્જર ગિરામાં પૂજાઓ, સ્તવને વગેરે રચી ભક્તિરસને પુષ્ટ કરનાર, પંજાબ જેવા દૂર દેશમાં લગભગ સાત વર્ષ વિહરનાર તેમજ ઉર્દૂ ભાષાના પણ જાણકાર આ સૂરિને જન્મ શ્રીયુત પિતાંબરદાસની ધર્મપત્ની મેતીબાઈની કુક્ષિથી ગુજરાતમાંના “Èયણ ગામની નજદીકમાં આવેલા બાલસાસણ ગામમાં થયો હતો. એમણે વિક્રમ સંવત ૧૯૫લ્માં શ્રીવિજયકમલસૂરિવર ખસે દીક્ષા ગ્રહણ કરી તે વખતે એમનું નામ લબ્ધિવિજય પાડવામાં આવ્યું.
અન્યત્ર સૂચવાયું છે તેમ અન્ય દર્શન સાથે વાદ-વિવાદ કરવાની એમની વાકપટુતાથી, જાહેર ભાષણ આપવાની એમની વસ્તૃત્વકલાથી તેમજ એમના વિવિધ ગ્રન્થોના અવકનથી પ્રસન્ન થઈ વિ. સં. ૧૯૭૧માં એમના ગુરુવર્ય ઈડરના શ્રીસંઘની વિનતિ સ્વીકારી એમને જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિને ઈલ્કાબ આપ્યું હતું. આ નગરમાં રહીને તેમણે ગીર્વાણ ગિરામાં મે દશી કથા રચી હતી કે જે ભાવનગરની “શ્રી જૈન આત્માનંદ સભા” દ્વારા પ્રસિદ્ધ થઈ છે.
વિ. સં. ૧૯૮૧માં છાણીમાં શ્રીવિજયકમલસૂરિએ આ ગ્રંથકારને તેમજ ઉપાધ્યાય શ્રીવીરવિજયના શિષ્યવર્ય પં. શ્રીદાનવિજયને (અત્યારે શ્રીવિજયદાનસૂરિને) આચાર્ય-પદવી આપી હતી.
સૂરિજી સાથે ફક્ત એક ચાતુર્માસ એટલે જ મારો પરિચય હોવાથી એમના જીવન–વૃત્તાન્ત પરત્વે હું વિશેષ પ્રકાશ પાડી શકું તેમ નથી એટલે તેમની અન્યાન્ય કૃતિઓને હું નિર્દેશ કરું છું.
૧ આથી સમજાય છે કે પ્રસ્તુત ગ્રંથકારને ત્રણ ગુરુભાઈઓ છે. એનાં નામે અનુક્રમે હીંમતવિજય, નેમવિજય અને લાવણ્યવિજ્ય છે. અત્યારે એ ત્રણે વિદ્યમાન છે.
૨ આથી પ્રસ્તુત ગ્રંથકારની ગુરુ-પરંપરા નીચે મુજબ છે –
શ્રીવિજ્યલબ્ધિસૂરિ–શ્રીવિયર્મલરિવર-શ્રીલક્ષ્મીવિજય-શ્રીવિજયાનંદસરીશ્વર-શ્રીબુટેરાયજી મુનિપુરંદર.
૩ આનો પૂર્વાદ્ધ ઈ. સ. ૧૯૨૧ માં પ્રસિદ્ધ થયે હતું, પરંતુ ઉત્તરાર્ધ હજી બહાર પડ્યો નથી તે તેનું સત્વર પ્રકાશન કરવા તેના કાર્યવાહકને મારી નમ્ર સૂચના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org