Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 15
________________ આલોચન મુનિરત્ન શ્રીમદ્ બુદ્ધિવિજય (બુટેરાયજી) મહારાજશ્રીના સંતાનો છે. આ મહાત્માના સુપ્રસિદ્ધ શિષ્ય પૈકી શ્રીવિજયાનંદસૂરીશ્વરના પ્રપત્ર હોવાનું માન આ ગ્રન્થકારને મળે છે. એમના (શ્રીવિજયલબ્ધિસૂરિના) પ્રપિતામહનું નામ તે પૌત્ય તેમજ પાશ્ચાત્ય પડિતમાં સુપ્રસિદ્ધ છે. ન્યાયનિધિ શ્રીવિજયાનંદસૂરીશ્વર (આત્મારામજી મહારાજ)ની યશપતાકા ચારે દિશામાં આજે પણ ફરકી રહી છે. અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાતા જનેને માર્ગદર્શક, સમયોચિત, પ્રતિભાશાળી અને વિદ્વ-વર્ગને વલ્લભ એવા અજ્ઞાનતિમિરભાસ્કર, જૈનતત્ત્વાદશ, તત્વનિર્ણયપ્રાસાદ, “નવતત્વસંગ્રહ આદિ અનેક ગ્રન્થોના સૂત્રધાર, જૈન સાહિત્યના સાચા સેવકના અલંકાર, અમેરિકા જેવા વિદેશમાં વસતા જનને સ્વ. વીરચંદ રાઘવજી ગાંધી બારુ ઍ હૈ દ્વારા સત્ય તત્ત્વામૃતનું યથેષ્ટ પાન કરાવનાર, સ્વ. હૈ. હેર્નલ જેવાને પિતાની વિદ્વત્તાથી મુગ્ધ બનાવનાર, સ્થાનકવાસી, આર્યસમાજી જેવાના બ્રાન્ત વિચારોનું નિર્ભયતાથી નિરસન કરનાર, વિવિધ ગુણેથી વિભૂષિત, શિષ્ય-પ્રશિષ્યાદિના મુખ્ય આધાર અને સુગ્રહીતનામધેય પંજાબકેસરી શ્રીવિજયાનંદસૂરીશ્વરના વંશની ઉત્તરોત્તર વૃદ્ધિ અને એમના ભક્ત વર્ગની વિપુલતા આ વાતને સમર્થિત પાશ્ચાત્ય વિદ્વાને સાથે પત્રવ્યવહારને પ્રારંભ કરનારામાં પ્રથમ અને તેમ કરીને જૈન ધર્મનાં વિપકારી તનું ‘જર્મની જેવા દૂર દેશમાં બીજ પનારા આ મહાત્માને મારા સદ્દગત પૂજ્ય પિતામહ અને પિતાશ્રી ઉપર નિસીમ ઉપકાર છે એ વાતનું અત્ર સૂચન કરતાં મને આનન્દ થાય છે. મને આ પ્રભાવશાળી મહાનુભાવના દર્શન–વન્દનને લાભ મળે નથી, કિન્તુ સદભાગ્યે એમના સુશિક્ષિત શિષ્ય-પ્રશિષ્યાદિ પૈકી કેટલાકના તે વિશિષ્ટ સમાગમને પણ લાભ મને મળે છે. આ પ્રસંગે, મને સાહિત્ય-ક્ષેત્રમાં અવાર નવાર અમૂલ્ય સહાયતા આપનારા દક્ષિણવિહારી મુનિરાજ શ્રીઅમરવિજય અને તેમના શિષ્યવર્ય શ્રી ચતુરવિજય, પૂજ્યપાદ પ્રર્વતક મુનિવર્ય શ્રીમત કાંતિવિજય અને તેમના શિષ્યવર્ય શ્રી ચતુરવિજય, મુનીશ્વર શ્રીહંસવિજય, મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના સતી અને ગાઢ ધર્મસ્નેહી શ્રીવિજયવલ્લભસૂરિ, મારા પિતામહ સાથે વિશેષતઃ ધર્મ પરિચય રાખનાર શ્રીવિજયદાનસૂરિ પ્રમુખનાં શુભ નામેને નિર્દેશ કરવા હું લલચાઉં છું. પ્રસ્તુત ગ્રન્થકાર શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરના વિદ્વાન શિષ્યરત્ન શ્રી. લમીવિજય મુનીશ્વરના એક શિષ્ય થાય છે, જ્યારે જાતિ અને ધર્મથી સાચા ૧ આ ગ્રંથ મુખ્યતયા હિંદી ભાષામાં રચાયેલો છે. આજ દિન સુધી એ અપ્રસિદ્ધ રહ્યો તે સર્વેદાચાર્યની વાત છે. હાલમાં એનું સંપાદન કાર્ય આ સેવકે હાથ ધર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 522