Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 13
________________ આલેચન આ ગ્રંથમાં સૂચવાયેલું સાધ્ય–વૈરાગ્યવાસિત જીવન-- આ ગ્રંથમાં જીવનને મુખ્ય ઉદ્દેશ સંસાર-વાસનાઓને વશ ન થતાં વૈરાગ્ય-રંગથી આત્માને રંગ એ દર્શાવવામાં આવ્યો છે તે વાસ્તવિક છે, કેમકે વૈરાગ્ય જ વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિરૂપ નિ શ્રેણિનું પ્રથમ પગથિયું છે. પ્રચલિત વૈષયિક સુખ પરત્વે અને સામે નજર આગળ ચાલૂ રહેલી બીજી ક્ષણભંગુર બાબતે પ્રતિ ઉદાસીન રહી એના કરતાં શુદ્ધતર બાબતેથી ઉદ્દભવતા આનંદનો છેદ લાગવે એ દ્વિતીય પગથિયું છે. ચર્મચક્ષુને દેખાતી બાહ્ય વસ્તુઓ ઉપર અવલંબી રહેલું સુખ એ વાસ્તવિક સુખ ન હોઈ અંતઃકરણની સનાતન પ્રસન્નતા એ જ ખરું સુખ છે એ દઢ વિશ્વાસ છે કે પછી આત્માનંદની પ્રાપ્તિ માટેના પ્રયાસને ગણેશ મંડાય છે. મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિને આરંભ અહીંથી જ થાય છે. ત્યારબાદ ખરી જુવાનીના બહારમાં પણ વિષપભેગને તુરછ ગણી તમામ એશ્વર્યને ઠોકરે મારી વાગ્યરીપિકા હાથમાં લઈ દુઃસાધ્ય નિર્વાણુના સુખની પ્રાપ્તિ માટે ગૃહત્યાગ કરવા મુમુક્ષુ લલચાય એ સ્વાભાવિક છે, પરંતુ એ ૫ છો ન પડે તે માટે જ્ઞાન-ગર્ભિત વૈરાગ્યની આવશ્યકતા છે. રોમે રેમ એવી ભાવના પ્રસરી જવી જોઈએ કે સનાતન શાંતિ અને અનાહત આનંદની પવિત્ર પ્રતિમા રૂપ આત્મરમથતાની આરાધના સિવાયનું જીવન-વહન નિતાન્ત નિસાર અને નિપ્રયોજન છે. - વૈરાગ્યની શુદ્ધ ભાવનાને જે ઝીલી ન શકે તે ભલે ગૃહસ્થ તરીકેનું જીવન ગુજારે બાકી જેનામાં એ ભાવનાને સક્રિય કરવાનું શુરાતન છે તે તે સર્વવિરતિ અંગીકાર કરી પિતાના ઉદ્દેશને ફળીભૂત કરે અને સમગ્ર વિશ્વની સાથે મૈત્રીભાવ ધારણ કરે, સદભાવનાથી પિતાના આત્માને વિભૂષિત કરે. આત્મરમણતાને આનંદ સાચી શ્રમણતાથી વિભૂષિત આત્મા સાંસારિક આધિ, વ્યાધિ અને ઉપાધિ સામે પડકાર કરે, પ્રેમરૂપ ખડ્ઝ અને ધર્યરૂપ ઢાલને હાથમાં રાખી, અભ યતારૂપ કવચ ગ્રહણ કરી, આસ્તિકતારૂપ શિરસ્ત્રાણ સજી સમતારૂપ રથમાં બેસી વિજય પ્રાપ્ત કરે; સાધુતાભર્યા સંન્યાસને સિદ્ધ કરે, અને તેના ઉલ્લાસ અને ઉત્સાહથી પરિપૂર્ણ જીવનમાં આનંદ અને અમૃતત્વના આંદોલનના સામીપ્ય અને સાયુજ્યને સાક્ષાત્કાર કરે. ૧ સદભાવના એ દેચ્છા છે, એ અમર આત્માની પરમ પવિત્ર, પ્રેરણાત્મક, પ્રફુલ્લ અને પ્રાણપ્રકાશિની અનુજ્ઞા છે, સાર્થક જીવનની સચ્ચિદાનંદ સ્વરૂપિણી છે અને પરિબ્રહ્મની ઓજસ્વિની લીલા છે. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 522