Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ છે ?” આ પ્રમાણે નવ પદનો અર્થ “નવ સંખ્યા કહીને વક્તાના કથનમાં જે દૂષણ બતાવાય છે તે “છલ છે. લાભાદિના અર્થી આત્માઓ “વાદમાં છળનો પણ ઉપયોગ નિ:સંકોચપણે કરતા હોય છે. અસદ્ ઉત્તરને જાતિ’ કહેવાય છે. સામાન્ય રીતે વાદીએ સદ્ અથવા તો અસ હેતુનો પ્રયોગ કર્યો હોય ત્યારે તેના પ્રયોગમાં તુરત જ કોઈ દોષ ન જણાય તો ગમે તે રીતે સાધર્મનો આધાર લઈને તેનો જવાબ આપવો, તેને જાતિ' કહેવાય છે. જેમ કે “શબ્દોડનિત્યઃ વૃતાત્ દિવ’–‘શબ્દ અનિત્ય છે, કારણ કે તેમાં કાર્યત્વ છે; ઘટની જેમ-આ પ્રમાણે વાદીએ જણાવ્યા પછી ખરી રીતે હેત્વાભાસનું ઉભાવન કરીને વાદીના સિદ્ધાંતમાં દૂષણ બતાવવું જોઈએ. તેના બદલે ઘટની જેમ અનિત્ય છે એ પ્રમાણે સાંભળીને એ પ્રમાણે જણાવવામાં આવે કે-“શબ્દ અમૂર્ત હોવાથી તેને આકાશની જેમ નિત્ય માનવાનો પ્રસંગ આવશે.”આ અસદ્ ઉત્તર સ્વરૂપ જાતિ છે. લાભ, ખ્યાતિ કે યશ વગેરેના અર્થી જનોની સાથે વાદ કરવામાં આવે તો તેમાં ઉપર જણાવ્યા મુજબ છળ અને જાતિનું જ પ્રાધાન્ય રહેતું હોય છે. એવા વાદને “વિવાદ' કહેવાય છે. તે તત્ત્વપ્રાપ્તિ માટે અનુકૂળ નથી, પરંતુ પ્રતિકૂળ-વિરોધી હોય છે. આ વિવાદમાં પણ વાદીને વિજયનો લાભ થવાની આશા નહીંવત્ છે. કારણ કે પ્રતિવાદી છળ અને જાતિના ઉદ્ભાવનમાં તત્પર હોય છે. આવા આત્માઓની સાથે વાદ કરવાથી વાદમાં વિજય પ્રાપ્ત કરવાનું ખૂબ જ અશક્ય બને છે. આપણી પરમ 3983898580385555555

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74