________________
સંમુગ્ધ જનોને અર્થની વ્યવસ્થા માટે પ્રમાણની આવશ્યકતા હોય છે, પ્રમાણના લક્ષણની આવશ્યકતા હોતી નથી. ‘પ્રમાણનું લક્ષણ કર્યું છે ?' આવી જિજ્ઞાસા જેને હોય છે, તે સામાન્યથી વ્યુત્પન્ન હોય છે. તેવા આત્માઓને શાસ્ત્રથી પ્રમાણલક્ષણનું વિશિષ્ટજ્ઞાન થવાથી તેમની જિજ્ઞાસા શાંત થાય છે. તેથી જિજ્ઞાસાના અભાવમાં અનવસ્થાનો પ્રસંગ આવતો નથી.
પરંતુ, લક્ષણ કેવલવ્યતિરેકી જ હોય છે-એ વાતમાં અમે સમ્મત નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે લક્ષણથી સ્વતરભેદનું જ્ઞાન કરાવવાનું હોય છે. પૃથ્વી, જલાદિ દ્રવ્ય અને ગુણાદિ પદાર્થ સ્વરૂપ નથી; જલાદિથી ભિન્ન છે. કારણ કે પૃથ્વી ગંધવતી છે. (જે જે ગંધવદ્ હોય છે તે તે ઘટાદ, જલાદિથી ભિન્ન છે.)
જ્યાં જ્યાં ગંધવત્વ છે ત્યાં ત્યાં સ્વતર(જલાદિ)ભિન્નત્વ છે. આ અન્વયવ્યામિ માટે કોઈ દષ્ટાંત નથી. કારણ કે પૃથ્વીમાત્ર પક્ષ છે. જ્યાં જ્યાં ગંધનો અભાવ છે (જલાદિમાં); ત્યાં ત્યાં સ્વતર(જલાદિ)ના ભેદનો અભાવ છે. દા.ત. જલાદિ. આ પ્રમાણે વ્યતિરેકવ્યાપ્તિ માટે જ દષ્ટાંત પ્રાપ્ત થાય છે. અન્વયદષ્ટાંતથી રહિત એવું વ્યતિરેકદષ્ટાંતથી સહિત ગંધવત્વસ્વરૂપ લક્ષણ કેવલવ્યતિરેકી છે. સ્વતરભેદને સિદ્ધ કરવા માટે એ રીતે લક્ષણ કેવલવ્યતિરેકી જ હોય છે. આવું નૈયાયિકો કહે છે. પરંતુ પદાર્થનું પ્રેમમત્વ, શેયત્વ વગેરે કેવલાન્વયી લક્ષણ પ્રસિદ્ધ હોવાથી વિલવ્યતિરેકી જ લક્ષણ હોય છે આ વાતનો અહીં આદર કરાયો નથી. આ વિષયમાં અધિક વર્ણન અન્યત્ર કર્યું છે. એ 38888888888888888€