________________
પોતાની મેળે ક્ષય પામવાનો વસ્તુનો સ્વભાવ છે. બૌદ્ધો નીચે જણાવ્યા મુજબ કહે છે.
નાશનાં કારણો દ્વારા ઘટપટાદિનો જે નાશ કરાય છે તે નાશ; ઘટપટાદિથી ભિન્ન છે કે અભિન્ન છે : આ બે વિકલ્પ છે. જો ઘટનો નાશ ઘટથી ભિન્ન હોય તો ઘટનું અસ્તિત્વ કાયમ જ છે અને જો એ નાશ ઘટથી અભિન્ન હોય તો નાશના હેતુએ ઘટને જ કર્યો છે એમ જ કહેવું પડે. આથી સમજી શકાશે કે વસ્તુમાત્રના નાશના કારણની કલ્પના શક્ય નથી; તેથી સ્વભાવથી જ ઉત્પત્તિના અનંતર ક્ષણમાં વિનાશ પામવાવાળા ભાવો છે. બૌદ્ધોની એવી માન્યતા હોવાથી તેમના મતે કોઈ પણ હિંસા કરતું નથી અને તેથી જગતમાં કોઈ જ ઉપપ્લવ નહિ રહે. ૮
૨૦૦
ઉપર જણાવ્યા મુજબ બૌદ્ધોના મતે આત્માનો કોઈ જ નાશ કરતું ન હોવાથી આત્માની હિંસા વગેરે સંગત થતી નથી. તેની સંગતિ કરવા માટે એમ કહેવામાં આવે કે જે જનક છે તે જ હિંસક છે. આ પ્રમાણે માનવાથી હિંસા વગેરે ઉપપન્ન થઈ શકે છે; તો આ વિષયમાં બે વિકલ્પો ઉદ્ભવે છે. સંતાનના જનકને હિંસક કહેવાય છે કે ક્ષણના જનકને હિંસક કહેવાય છે ? આ બે વિકલ્પમાંના આદ્યવિકલ્પને જણાવવાપૂર્વક તેમાં
દોષને જણાવાય છે -
-
E
EXEX 40 3X3X3X3*3*3*3*3*€