Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 52
________________ તે તે શરીરનો અભાવ નથી. પરંતુ આ રીતે તે તે શરીરને તે તે વ્યક્તિસ્વરૂપે કારણ માનવાથી ગૌરવ ખૂબ જ સ્પષ્ટ છે... ઈત્યાદિ સમજી શકાય છે. તેથી આત્માને વિભુ માનવા વગેરેની વાતમાં તથ્ય નથી. આ વિષયમાં અધિક વર્ણન સ્યાદ્વાદ કલ્પલતામાં છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જ એ જાણી લેવું જોઈએ. ૧૯-૧લા કઝીઝ ઉપર જણાવ્યા મુજબ એકાંતનિત્યપક્ષમાં આત્માને વિભુ મનાતો હોવાથી હિંસા વગેરે સદ્ગત થતા નથી, તે જણાવ્યું. હવે એકાંત-અનિત્યપક્ષમાં પણ તે સદ્ગત નથી-એ જણાવાય છે – अनित्यैकान्तपक्षेऽपि हिंसादीनामसम्भवः । नाशहेतोरयोगेन क्षणिकत्वस्य साधनात् ॥८-२०॥ “વસ્તુના વિનાશના હેતુ સદ્ગત ન હોવાથી વસ્તુમાત્રમાં ક્ષણિકત્વ સિદ્ધ કરાય છે. તેથી એકાંત-અનિત્યપક્ષનો સ્વીકાર કરાય છે. એ અનિત્યપક્ષમાં હિંસાદિનો સંભવ નથી.” આ પ્રમાણે વિશમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે – બધું જ ક્ષણિક છે.' આ પ્રમાણે માનનારા બૌદ્ધ દર્શનમાં ક્ષણિક જ્ઞાનના સંતાન(ધારા-પ્રવાહ-પરંપરા) સ્વરૂપ આત્મા મનાય છે. તેમના પક્ષમાં પણ હિંસાદિ મુખ્ય-તાત્ત્વિક રીતે સંભવતા નથી. કારણ કે તેઓએ નાશના હેતુઓનો યોગ થતો ન હોવાથી વસ્તુમાત્રને સ્વભાવથી જ વિનાશી માની છે. ક્ષણવારમાં જ 38855555555555555€

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74