________________
હિંસા કરનાર માટે દોષનું કારણ બને છે.
પૂ. ગુરુભગવંતાદિને નિર્જરામાં સહાયક બનવાના કારણે સહાયકને જેમ વૈયાવચ્ચ કરનાર તરીકે વર્ણવાય છે તેમ હિંસા કરનાર પણ હિંસનીયનાં અશુભ કર્મોની નિર્જરામાં નિમિત્ત બની સહાયક થતો હોવાથી તેને દુષ્ટ નહિ મનાય-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે હિંસા કરનારને “આને હું પણું.' ઈત્યાદિ સક્લેશસ્વરૂપ દુષ્ટ આશય હોવાથી નિર્જરામાં સહાયક થવાનો આશય નથી. તેથી તેવા પ્રકારના આશયના અભાવના કારણે હિંસકમાં વૈયાવચ્ચ કરનાર તરીકે વ્યવહાર કરવામાં આવતો નથી... ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. ૮-૨૮
આ રીતે હિંસા વગેરેનો મૌનીન્દ્ર પ્રવચનમાં સંભવ હોવાથી તેની વિરતિ વગેરેનો પણ ત્યાં જ સંભવ છે તે જણાવાય છે -
इत्थं सदुपदेशादेस्तन्निवृत्तिरपि स्फुटा । सोपक्रमस्य पापस्य नाशात् स्वाशयवृद्धितः ॥८-२९॥
“આ રીતે પરિણામી આત્મા વગેરેને માનવાથી પૂ. ગુરુદેવાદિના સદુપદેશશ્રવણાદિના કારણે સોપકમ પાપનો નાશ થતો હોવાથી પરિણામની વૃદ્ધિને લઈને હિંસાની નિવૃત્તિ સ્પષ્ટ છે.”-આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવ્યા મુજબ આત્માને પરિણામી નિત્યાનિત્ય અને શરીરથી ભિન્નભિન્ન માનવાથી 39885555533333333€