________________
વચન જે કારણે અર્થહીન છે : તે જણાવાય છે
-
हिंस्यकर्मविपाके तु यद् दुष्टाशयनिमित्तता । हिंसकत्वं न तेनेदं वैद्यस्य स्याद् रिपोरिव ॥८- २८ ॥
“હિંસનીય પ્રાણીના અશુભ કર્મનો ઉદય થયે છતે તે પ્રાણીની હિંસામાં બીજા પ્રાણીનો દુષ્ટાશય જેથી નિમિત્ત બને છે, એ નિમિત્તતા હિંસકત્વ છે, તેથી શત્રુની જેમ વૈદ્યમાં હિંસકતા મનાતી નથી.’-આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે હિંસનીય પ્રાણીના કર્મનો ઉદય થાય ત્યારે તે સ્વરૂપ મુખ્ય કારણે થનારી હિંસામાં; ‘આને હું હણું’– આવો બીજાનો(હિંસનો) સફ્લેશસ્વરૂપ દુષ્ટાશય નિમિત્ત બને છે. એ નિમિત્તતા જ હિંસકનું હિંસકત્વ છે. આથી સમજી શકાશે કે હિંસાની પ્રત્યે હિંસનીય પ્રાણીના અશુભ કર્મનો ઉદય પ્રધાનમુખ્ય કારણ છે અને હિંસક પ્રાણીનો તાદશસફ્લેશ સ્વરૂપ દુષ્ટાશય નિમિત્ત છે, તસ્વરૂપ હિંસકત્વ છે. તેથી આવી જાતિનું હિંસકત્વ શત્રુમાં મનાય છે. પરંતુ શસ્ત્રક્રિયાને કરનાર વૈદ્યમાં મનાતું નથી. કારણ કે વૈદ્યને એવો દુષ્ટ આશય નથી. શસ્ત્રક્રિયાજન્ય હિંસામાં વૈધ નિમિત્ત હોવા છતાં એ નિમિત્તતા દુષ્ટાશયને આધીન નથી. તેથી શત્રુની જેમ વૈદ્યમાં હિંસકત્વ મનાતું નથી. આ વાતને જણાવતાં શ્રી અષ્ટકપ્રકરણમાં જણાવ્યું છે કે-‘હિંસનીય પ્રાણીના અશુભ કર્મનો વિપાક હોવા છતાં તેની હિંસામાં નિમિત્ત બનવાથી આ હિંસા દુષ્ટ આશયના કારણે
BEE
E EEEEEEE