________________
સલેશની નિવૃત્તિ થાય છે અને ‘કોઈને પણ હું ન હતું. ઈત્યાદિ શુભ પરિણામનો સતત અનુબંધ ચાલતો હોવાથી તે શુભ પરિણામની વૃદ્ધિ થાય છે. પરંતુ આ બધું મૌનીન્દ્ર શ્રી વીતરાગપરમાત્માના પરમતારક પ્રવચનમાં જ સફ્કત છે, અન્ય દર્શનોમાં એ બધું સદ્ગત બનતું નથી. પરમાર્થથી હિંસા, અહિંસા વગેરે વ્યવસ્થા અહીં શ્રી જૈન દર્શનમાં જ સફ્ળત છે. ।।૮-૨૯ા
܀
જ્ઞાની ગુરુભગવંતોના ઉપદેશશ્રવણાદિથી સોપક્રમ એવું ચારિત્રમોહનીયકર્મ નાશ પામે છે-એ બરાબર; પરંતુ ચારિત્રમોહનીયકર્મ સોપક્રમ છે કે નિરુપમ છે-એ કઈ રીતે જણાય ?... ઈત્યાદિ શંકાનું સમાધાન જણાવાય છે
तथारुचिप्रवृत्त्या च व्यज्यते कर्म तादृशम् । संशयं जानता ज्ञातः संसार इति हि श्रुतिः ॥८-३० ॥
‘‘ઉપદેશશ્રવણ, અભ્યુત્થાનાદિ વિનય વગેરે સદાચારની શ્રદ્ધા અને તેની પ્રવૃત્તિને જોઈને તે તે આત્માનું ચારિત્રમોહનીય કર્મ સોપક્રમ છે-એ જણાય છે. સંશયના જાણકારે સંસાર જાણી લીધો છે-એમ આગમનું વચન છે.’’-આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે આત્માને ઉપર જણાવ્યા મુજબના પૂ. ગુરુભગવંતના ઉપદેશશ્રવણમાં તેમ જ તેઓશ્રીની પ્રત્યે આચરવાયોગ્ય અભ્યુત્થાનાદિ વિનય વગેરે સદાચારની શ્રદ્ધા થાય અને આત્મા તેમાં પ્રવૃત્તિ કરે તો તેથી પોતાના તાદશ
3333€
3333€
BEXE EX