Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 72
________________ વીતરાગપરમાત્માનું પરમતારક પ્રવચન છે. 116-3911 પ્રકરણાર્થનો ઉપસંહાર કરાય છે - विषयो धर्मवादस्य निरस्य मतिकर्दमम् । સંશોધ્ય: સ્વાશય વિત્યં પરમાનન્દ્રમિન્છતા II૮-રૂા “બુદ્ધિના કાદવને દૂર કરીને પોતાના શુભાશયથી ધર્મવાદના વિષયને પરમાનંદસ્વરૂપ મોક્ષને ઈચ્છતા આત્માએ સારી રીતે શોધવો જોઈએ.’... આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે ધર્મનું સ્વરૂપ, તેના હેતુઓ અને તેનું ફળ : સામાન્ય રીતે એ ધર્મવાદના વિષય છે. ધર્મની પારમાર્થિક વિચારણામાં મુખ્યપણે એનો વિચાર કરવામાં આવે છે. તેની વિચારણાના અંતે ધર્મનો યથાર્થ રીતે નિર્ણય કરીને મુમુક્ષુ આત્મા પરમપદનો અર્થી બની ધર્મની આરાધનામાં પ્રયત્નશીલ બને તો પરમપદની પ્રાપ્તિ દૂર નથી. ધર્મની આરાધનાના પ્રારંભમાં જ પ્રમાણ, પ્રમેય વગેરેના લક્ષણના પ્રણયન, પરીક્ષાદિની ચર્ચામાં પડવું-વગેરેને અહીં બુદ્ધિના કાદવ તરીકે જણાવ્યો છે. બુદ્ધિ મોક્ષે લઈ જાય છે. એ મોક્ષમાર્ગમાં જ જો કાદવ હોય તો કેવી વિકટ પરિસ્થિતિ સર્જાય–એ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. જે માર્ગે શ્રદ્ધાથી જવાનું છે; ત્યાં બુદ્ધિ વિઘ્ન નાખવાનું કામ કરે ત્યારે તે બુદ્ધિ કાદવવાળી બને છે. જિજ્ઞાસા તત્ત્વજ્ઞાનનું સાધન છે, EXEX & EX3X333333€ BBBB

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74