________________
શરીરનો નાશ કરવાથી હિંસા થાય છે. આગમમાં જણાવેલી આ હિંસા શરીરથી આત્માને એકાંતે ભિન્ન કે અભિન્ન માનવાથી સંગત થતી નથી. કારણ કે તેથી આત્માને કાંઈ જ થતું નથી, જે કાંઈ થાય છે તે જડ શરીરને જ થાય છે. પરંતુ શરીરથી આત્માને કર્થચિદ્ર ભિન્નભિન્ન માનવાથી શરીરના વિનાશથી તે સ્વરૂપે આત્માનો વિનાશ સિદ્ધ થાય છે. તેથી હિંસા સંગત બને છે.
આવી જ રીતે હું આને હણું આવા દુષ્ટભાવસ્વરૂપ સલેશના કારણે હિંસા થાય છે-એમ આગમમાં જણાવ્યું છે. આત્માને એકાંતે અનિત્ય કે નિત્ય માનવાથી પૂર્વે જણાવ્યા મુજબ (૨૪મા શ્લોકમાં જણાવ્યા મુજબ) એ હિંસા સંગત થતી નથી. આત્માને કથંચિ નિત્યાનિત્ય માનવાથી એ સક્લેશના કારણે કાલાંતરે ફળ પ્રાપ્ત થઈ શકતું હોવાથી હિંસા સદ્ગત થાય છે... ઈત્યાદિ વિચારવાથી સમજી શકાશે કે આગમમાં જણાવેલી હિંસા સહેતુક છે, હેતુરહિત નથી. ૮-૨૬ો.
આ પ્રમાણે મૌનીન્દ્ર પ્રવચનમાં હિંસાનો સંભવ હોવા છતાં પ્રકારોતરથી(બીજી રીતે તેનો સંભવ નથી : એ જણાવીને તેનું નિરાકરણ કરાય છે - हन्तुर्जाग्रति को दोषो हिंसनीयस्य कर्मणि । प्रसक्तिस्तदभावे चान्यत्रापि मुधा वचः ॥८-२७॥ 35555555555555555