________________
તેથી પ્રતીતિના અનુરોધથી શરીર અને આત્માને કર્થચિ અભેદ છે એમ માનીને જ બ્રાહ્મણત્વને જાતિ માની શકાશે અને તેને વ્યાસજ્યવૃત્તિ ધર્મ માનવાના પ્રસંગને દૂર કરી શકાશે... ઈત્યાદિ અન્ય ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ જણાવ્યું છે. II૮-૨પા
આત્માને નિત્યાનિત્ય અને શરીરથી ભિન્નભિન્ન માનવાથી જે રીતે હિંસા સંગત થાય છેતે જણાવાય છે - पीडाकर्तृत्वतो देहव्यापत्त्या दुष्टभावतः । त्रिधा हिंसागमप्रोक्ता न हीथमपहेतुका ॥८-२६॥
“પીડા કરવાથી, દેહનો વિનાશ થવાથી અને દુષ્ટ ભાવથી હિંસા થાય છે. આગમમાં વર્ણવેલી એ ત્રણ પ્રકારની હિંસા, આ રીતે આત્માને નિત્યાનિત્યાદિ સ્વરૂપ માનવાથી હેતુરહિત બનતી નથી. (સંગત થાય છે.)”-આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સામા છવને પિડા પહોંચાડવાનું કામ કરવાથી હિંસા થાય છે. આગમમાં જણાવેલી આ હિંસા આત્માને એકાંતે નિત્ય કે અનિત્ય માનવાથી શક્ય થતી નથી. નિત્યેકસ્વભાવમાં કર્તૃત્વ માની શકાતું નથી. અન્યથા સ્વભાવહાનિનો પ્રસંગ આવે છે. એકાંતે અનિત્ય માનવાથી આત્મા એ કાર્યના ફળને પ્રાપ્ત કરી શકશે નહિ. જેથી કૃતનાશાદિ દોષનો પ્રસંગ આવે છે. આત્માને નિત્યાનિત્ય માનવાથી એ પ્રસંગ આવતા નથી. પર્યાયની અપેક્ષાએ સ્વભાવમાં પરિવર્તનાદિ સંગત 35555555555555555