________________
જેની હિંસા થઈ રહી હોય એવા હિંસનીય જીવનું અશુભ કર્મ ઉદયમાં આવ્યું હોય ત્યારે તે જીવને હણનારને ક્યો દોષ છે ? હિંસનીય જીવના અશુભ ર્મનો વિપાક ન હોય તો હિંસનીય પ્રાણીની જેમ અહિંસનીય પ્રાણીની પણ હિંસાનો પ્રસંગ આવશે-આ, હિંસાના અસંભવને જણાવનારું વચન નિરર્થક છે.” આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો ભાવ એ છે કે-જે કોઈની પણ જે કોઈ જ્યારે પણ હિંસા કરે છે ત્યારે તે હિંસનીય પ્રાણીનું અશુભ કર્મ ઉદયમાં આવ્યું હોવાથી તેને લઈને તે જીવ હિંસા કરે છે. ખરી રીતે તો તે તે પ્રાણીઓ પોતપોતાના કર્મથી જ હણાયેલા છે. તેના કર્મથી પ્રેરાયેલ પ્રાણી સ્વતંત્ર ન હોવાથી પરાધીનતાને કારણે હણવાની પ્રવૃત્તિ કરનારાનો કોઈ જ અપરાધ નથી. તેથી તેમાં દુત્વનો વ્યવહાર નહિ કરવો જોઈએ. હિંસનીય પ્રાણીના કર્મનો ઉદય હિંસામાં કારણ નથી અને હિંસક જ એમાં કારણ છે : એમ માની લેવામાં આવે તો અહિંસનીય પ્રાણીની પણ હિંસા કરવાનો પ્રસંગ આવશે. તેથી હિંસનીયની હિંસામાં હિંસકને કોઈ દોષ ન હોવાથી હિંસાનો વાસ્તવિક રીતે સંભવ જ નથી, આ પ્રમાણે બીજાઓ દ્વારા કહેવાય છે પરંતુ તે અર્થહીન છે.-એ સત્તાવીસમાં શ્લોકનો ભાવાર્થ છે. ૮-રા.
કીઝ ઉપર જણાવ્યા મુજબ હિંસાના અસંભવને જણાવનારું
99999999999999999