________________
તેમ આત્મદ્રવ્ય પણ એ ત્રણ લક્ષણથી યુક્ત જ્ઞાનાદિના ઉપાદાનરૂપે સિદ્ધ થાય છે. તેમાં પર્યાયની અપેક્ષાએ અનિત્યત્વ અને દ્રવ્યની અપેક્ષાએ નિત્યત્વ છે. એક જ દ્રવ્યમાં નિત્યત્વ અને અનિત્યત્વ માનવામાં કોઈ વિરોધ નથી. “પરમાર્થથી જ્ઞાનમાં ભ્રાંતત્વ છે અને સંવ્યવહારની અપેક્ષાએ અભ્રાંતત્વ છે.” આવી માન્યતાવાળાને જેમ ભ્રાતત્વ અને અભ્રાંતત્વ માનવામાં કોઈ વિરોધ નથી; તેમ જ એક જ વૃક્ષમાં શાખાની અપેક્ષાએ કપિ(વાંદરો)સંયોગ અને મૂળની અપેક્ષાએ કપિસંયોગનો અભાવ માનવામાં જેમ વિરોધ નથી તેમ મનુષ્યાદિની અપેક્ષાએ આત્મામાં અનિત્યત્વ અને આત્મત્વની અપેક્ષાએ નિત્યત્વ માનવામાં કોઈ જ વિરોધ નથી. આથી સમજી શકાશે કે દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ વસ્તુ અનિત્ય છે. વસ્તુના વિશિષ્ટ સ્વરૂપની જ્યારે અપેક્ષા(વિવક્ષા) ન હોય ત્યારે તે દ્રવ્ય તરીકે જણાય છે અને જ્યારે તેના વિશિષ્ટ સ્વરૂપની વિવેક્ષા હોય છે ત્યારે તે પર્યાયસ્વરૂપે જણાય છે. દા.ત. મૃદુ અને ઘટ વગેરે. अनपेक्षितविशिष्टरूपं हि द्रव्यम् मने अपेक्षितविशिष्टरूपञ्च પર્યાયઃ આ અનુક્રમે દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ વર્ણવ્યું છે. ખૂબ જ ઓછા શબ્દોમાં સરળ રીતે વસ્તુસ્વરૂપને માર્મિક શૈલીથી જણાવવાની ગ્રંથકાર પરમર્ષિની અદ્ભુત કળાનું અહીં દર્શન થાય
આવી જ રીતે શરીર અને આત્માને ભેદાભેદ છે. શરીર મૂર્ત(રૂપી) છે અને આત્મા અમૂર્ત છે. મૂર્તત્વ અને અમૂર્તત્વની 5838555354035355535