________________
વાડ સ્વરૂપ સત્ય વગેરેની કલ્પના પણ સંગત નહિ થાય. હિંસાને સંગત કરવા માટે એમ કહેવામાં આવે કે તાદશ ક્ષણનો તજજન્યસંસ્કારાદિસંબંધની વિદ્યમાનતામાં નાશ થાય છે અર્થાત્ કથંચિત્(સાન્વય) નાશ થાય છે, જેથી કાલાંતરભાવી એવા ફળની પ્રત્યે તે કારણ બની શકે છે તો એમ માનવાથી અમારા(જૈનના) સિદ્ધાંતને માનવાનો પ્રસઙ્ગ આવશે... ઈત્યાદિ અન્ય ગ્રંથોમાં જણાવ્યું છે. જિજ્ઞાસુઓએ તે તે ગ્રંથોના અધ્યયનથી તે જાણી લેવું જોઈએ. અહીં તો દિશાસૂચન જ કર્યું છે. ૮-૨૪
***
એકાંતનિત્ય કે એકાંત-અનિત્ય પક્ષમાં અહિંસાદિ ઘટતા નથી તો તે કયા પક્ષમાં સંગત થાય છે- તે જણાવાય છે
-
मौनीन्द्रे च प्रवचने युज्यते सर्वमेव हि । नित्यानित्ये स्फुटं देहाद् भिन्नाभिन्ने तथात्मनि ॥८- २५॥
6.
“શરીરથી ભિન્નાભિન્ન એવો નિત્યાનિત્ય આત્મા જેમાં મનાય છે તે મૌનીન્દ્ર શ્રી વીતરાગપરમાત્માના પ્રવચનમાં અહિંસા વગેરે બધું જ સ્પષ્ટ રીતે ઘટે છે.’-આ પ્રમાણે પચીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માથી પ્રતિપાદન કરાયેલા પ્રવચનમાં આત્માને નિત્યાનિત્ય મનાયો છે અને આત્માને શરીરથી ભિન્નાભિન્ન મનાય છે. તેથી આવા આત્મસ્વરૂપવાળા પ્રવચનમાં હિંસા, અહિંસા, પરલોક, પુણ્ય, પાપ વગેરે બધું જ સ્પષ્ટપણે ઘટે છે.
333333333 th 333333330