Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ “અહિંસા વિના સત્ય વગેરે વાસ્તવિક રીતે ઘટતા નથી; કારણ કે અહિંસાદિની વૃત્તિ(વાડ) સ્વરૂપે તે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ભગવંતે કહ્યા છે.”-આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય ખૂબ જ સ્પષ્ટ છે કે જે કારણે શ્રી સર્વશભગવંત શ્રી તીર્થંકર પરમાત્માએ અહિંસાધર્મની રક્ષા માટે વાડ જેવા સત્ય વગેરેને જણાવ્યા છે. તે કારણે અહિંસાધર્મની સંગતિને લઈને જ સત્ય વગેરે સંગત થઈ શકે છે. ઉપર જણાવ્યા મુજબ એકાંતનિત્ય કે એકાંત-અનિત્ય પક્ષમાં અહિંસા સંગત ન હોવાથી તેની રક્ષા માટે વાડતુલ્ય સત્યાદિ પણ સંગત નથી. ધાન્યાદિ રક્ષણ કરવા યોગ્ય વસ્તુના અભાવમાં કોઈ પણ વિદ્વાન વાડ માટે પ્રયત્ન કરતો નથી-એ સમજી શકાય છે. આથી સ્પષ્ટ છે કે અહિંસા સંગત ન બને તો તેની રક્ષા માટેના સત્ય વગેરે પણ સદ્ગત ન જ બને. હું આને હણું આવો સંક૯૫ જ હિંસા છે. તેવા સક્કલ્પને ધારણ કરનારમાં જ હિંસત્વ મનાય છે. એ સક્કલ્પનો અભાવ અહિંસા છે. આ રીતે અહિંસાની સદ્ગતિ થતી હોવાથી તેની રક્ષા માટે વાડવરૂપ જે સત્ય વગેરે જણાવ્યા છે તે પણ સદ્ગત જ છે, તેથી કોઈ અનુપપત્તિ થતી નથી : આ પ્રમાણે કહેવાનું . પણ ઉચિત નથી. કારણ કે હું આને હણું આ સંકલ્પાત્મક ક્ષણ સર્વથા(નિરન્વય) નષ્ટ થતો હોવાથી કાલાન્તરે(જન્માંતરમાં) પ્રાપ્ત થનાર ફળ(નરકાદિ ગતિ વગેરે)ની પ્રત્યે તે કારણ બની શકશે નહિ. તેથી તેનાથી વિરામ પામવા સ્વરૂપ અહિંસા અને તેની ========= ૫૫ =========

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74