Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 56
________________ અત્યક્ષણમાં વ્યભિચારનો પ્રસંગ આવતો હોવાથી ઉત્તર ક્ષણનો જનક પૂર્વેક્ષણનો હિંસક છે.'-આ પ્રમાણે માનવાનું ઉચિત નથી. ૮-રરા. કડકડ “સ્વધ્વંસની પ્રત્યે સ્વ પણ કારણ હોવાથી શૂકરના અન્ય ક્ષણને તેના વિનાશની પ્રત્યે કારણ માનવાનું ઈષ્ટ હોવાથી સ્વમાં સ્વહિંસકત્વ ઈષ્ટ જ છે તેથી વ્યભિચારનો પ્રસંગ આવતો નથી”આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી, તે જણાવાય છે - अनन्तरक्षणोत्पादे बुद्धलुब्धकयोस्तुला । नैवं तद्विरतिः क्वापि ततः शास्त्राद्यसंगतिः ॥८-२३॥ “પોતાના અનંતરક્ષણ(વિસદશ ક્ષણ)ની ઉત્પત્તિની પ્રત્યે પોતાને હિંસક માનવામાં આવે તો બુદ્ધ અને લુબ્ધક : એ બન્નેમાં સામ્ય આવશે અને તેથી કોઈ પણ સ્થાને હિંસાની વિરતિનો સંભવ નહિ રહે. તેથી અહિંસાદિપ્રતિપાદક શાસ્ત્રોની અસદ્ગતિ થશે.”-આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સ્વાવ્યવહિતોત્તર વિસદશ ક્ષણની ઉત્પત્તિને વિશે હિંસત્વનું પ્રયોજત્વ માની લેવામાં આવે તો બુદ્ધ અને લુબ્ધક બંન્નેમાં સામ્યનો પ્રસંગ આવશે. તાત્પર્ય એ છે કે શૂકરાદિના અન્ય ક્ષણ પછી જે વિસદેશ નરાદિ ક્ષણની ઉત્પત્તિ થાય છે, તે વિસદશ ક્ષણની ઉત્પત્તિના કારણે તેના નિમિત્તભૂત પૂર્વેક્ષણમાં હિંસકત્વ મનાય છે. તેથી ઝEEEEEEE ૫૩ == =

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74