________________
न च सन्तानभेदस्य जनको हिंसको मतः । सांवृतत्वादजन्यत्वाद् भावत्वनियतं हि तत् ॥८-२१॥
“સંતાનવિશેષનો જનક હિંસક થશે’ એ પ્રમાણે માનવાનું બરાબર નથી. કારણ કે સંતાનવિશેષ કાલ્પનિક છે; અનન્ય છે. સત્ત્વ(ભાવ7) જ ત્વનું વ્યાપક છે.” આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે બૌદ્ધોના મતે ભાવમાત્ર સણસ્વરૂપ છે. ઘટાદિ ક્ષણોની પરંપરા સ્વરૂપ સંતાન છે. પૂર્વપૂર્વક્ષણ ઉત્તર-ઉત્તર-ક્ષણના જનક છે. જનક પૂર્વેક્ષણ છે, તે ઉત્તરક્ષણના નાશક બની શકે એમ નથી. તેથી જે જેનો જનક છે તેનો તે નાશક છે-એવો અર્થ અભિપ્રેત નથી. પરંતુ જે જનક છે તે તેનાથી અવ્યવહિત પૂર્વનો નાશક છે : આવો અર્થ અભિપ્રેત છે.
શિકારી હિંસક છે અને શૂકરાદિ હિંસ્યમાન છે. શૂકરાદિ સ્વરૂપ હિંસ્યમાન સંતાનનો ઉચ્છેદ કરીને તેનાથી વિસદશ ભવિષ્યમાં ઉત્પન્ન થનાર મનુષ્યાદિ સંતાનનો જનક શિકારી છે. તે જ હિંસક થશે. વિસદશ સંતાનનો તે ઉત્પાદક હોવાથી તેમાં હિંસકત્વનો વ્યવહાર સદ્ગત છે અર્થાત્ તેને હિંસક મનાય છેઆ પ્રમાણે કહી શકાય એવું નથી. કારણ કે સંતાનવિશેષ કાલ્પનિક છે. કાલ્પનિક વસ્તુ સત્ નથી અસત્ છે. સદ્દ જન્ય હોય છે. અસ(ખરશૃંગાદિ) જન્ય હોતા નથી. તેથી ખરશુદ્ગાદિની જેમ અસદ્ એવા સંતાનવિશેષ અજન્ય હોવાથી
3338353354355355555