________________
શિકારી વગેરેને તેના જનક(હિંસક) માની શકાશે નહિ. તેથી “સંતાનવિશેષના જનક હિંસક છે' એ કહી શકાય એવું નથી. II૮-૨૧
કઝકઝ ‘ઉત્તરક્ષણનો જનક પૂર્વેક્ષણનો હિંસક છે.'-આ બીજા વિકલ્પમાં દૂષણ જણાવાય છે – नरादिक्षणहेतुश्च शूकरादेर्न हिंसकः । शूकरान्त्यक्षणेनैव व्यभिचारप्रसङ्गतः ॥८-२२॥
મનુષ્યાદિ ક્ષણના કારણભૂત લુબ્ધકાદિ(શિકારી વગેરે)ને શ્કરાદિના હિંસક માની શકાશે નહિ. કારણ કે શૂકરાદિના અન્ય ક્ષણની સાથે વ્યભિચારનો પ્રસંગ આવે છે. આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે શૂકરાદિના અન્ય ક્ષણના ઉત્તરક્ષણ સ્વરૂપ જે નરાદિ ક્ષણ છે, તેના જનક લુબ્ધકાદિને શૂકરાદિના હિંસક તરીકે માનવાનું ઉચિત નથી. કારણ કે તે નરાદિ ક્ષણનો જનક જેમ લુબ્ધકાદિ છે તેમ શૂક્રનો અન્ય ક્ષણ પણ છે. મરતા એવા શૂકરનો અત્યક્ષણ પણ ઉપાદાન(પરિણામી-સમવાયિકારણ)ભાવે નરાદિક્ષણનો હેતુ છે. નરદિક્ષણના હેતુ હોવાથી લુમ્બકની જેમ શૂકરનો અન્વેક્ષણ પણ પોતાનો હિંસક છે-એમ માનવાનો અતિપ્રસંગ(વ્યભિચાર) આવશે. શૂકરાદિના અન્વેક્ષણમાં નરાદિક્ષણહેતુત્વ છે પરંતુ ત્યાં હિંસક મનાતું નથી. આથી સમજી શકાશે કે શૂકરાદિ 388888888233333355€