________________
આત્મત્વની અપેક્ષાએ આત્મા નિત્ય મનાય છે. આત્માને એ રીતે નિત્ય માનવામાં ન આવે તો પરલોગમન અને મોક્ષ વગેરે સંગત નહિ થાય. એના અભાવનો પ્રસંગ આવશે. કારણ કે આત્મા નિત્ય ન હોય તો તેના અસ્તિત્વના અભાવમાં પરલોકગમનાદિ શક્ય નથી. મનુષ્યાદિની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. એ રીતે આત્માને અનિત્ય ન માનીએ તો ક્યારે પણ મનુષ્યાદિભાવનો નાશ નહિ થાય. સદાને માટે એ જ ભાવનું અસ્તિત્વ રહેશે. તેથી આત્મત્વની અપેક્ષાએ આત્મામાં નિત્યત્વ અને મનુષ્યાદિની અપેક્ષાએ અનિત્યત્વ હોવાથી ત્યાં નિત્યાનિત્યત્વ સ્પષ્ટ છે.
“જ્ઞાનાદિ ભાવસ્વરૂપ કાર્ય હોવાથી તેનું કોઈ પણ ઉપાદાનકારણ હોવું જોઈએ. દા.ત. ઘટનું ઉપાદાનકારણ મૃપિંડ છે. શરીરાદિમાં જ્ઞાનાદિની કારણતા બાધિત હોવાથી જ્ઞાનાદિના ઉપાદાનકારણ તરીકે આત્મદ્રવ્યની સિદ્ધિ થાય છે. આ ધર્મિગ્રાહક પ્રમાણ છે. આ પ્રમાણથી આત્મત્વસ્વરૂપે આત્મામાં નિત્યત્વ સિદ્ધ થયા પછી આત્મામાં જે અનિત્યત્વની પ્રતીતિ થાય છે તે શરીરાદિવિષયક છે. કારણ કે નિત્યત્વ જ્યાં હોય ત્યાં અનિત્યત્વ મનાય નહિ. બન્નેને પરસ્પર વિરોધ છે.”-આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે ધર્મિગ્રાહકમાનથી આત્મામાં નિત્યત્વ સિદ્ધ થતું નથી. પરંતુ ગ્રલક્ષણ્યની સિદ્ધિ થાય છે. ઘટનું ઉપાદાન મૃપિંડ જેમ પૂર્વપર્યાયનો નાશ; ઉત્તરપર્યાયનો ઉત્પાદ અને મૃદ્રવ્ય(માટી)રૂપે ધૃવત્વ(સ્થિતિ)-આ ત્રણ લક્ષણથી યુક્ત છે 395888895038555555