________________
હિંસત્વનો પ્રયોજક તાદશ વિસશિક્ષણનો ઉત્પાદ છે. આ રીતે સ્વાવ્યવહિતોત્તર વિસદશક્ષણના ઉત્પાદક તરીકે હિંસત્વ માની લેવામાં આવે તો લુબ્ધક અને બુદ્ધમાં સામ્ય આવશે. કારણ કે વિસદશ તાદશ ક્ષણના ઉત્પાદક બન્ને છે. એ દષ્ટિએ બન્નેમાં કોઈ વિશેષતા નથી પરંતુ સામ્ય છે.
આ રીતે હિંસાથી વિરામ પામવાનું કોઈ પણ રીતે શક્ય નહીં બને તેથી અહિંસાદિપ્રતિપાદક શાસ્ત્ર અને તદનુસાર અપાતા ઉપદેશ વગેરે અસંગત થશે. આ વાત ઈષ્ટ જ છે.'-આ પ્રમાણે બૌદ્ધો કહી શકશે નહિ. કારણ કે સર્વે તાંતિ... ઈત્યાદિ આગમથી તેઓએ જણાવ્યું છે કે બધા પ્રહારાદિથી ત્રાસ પામે છે. બધાને જીવવાનું પ્રિય છે. પોતાની જેમ બધા જીવોને માનીને કોઈને પણ હણે નહિ અને હણાવે નહિ. આ રીતે હિંસાથી વિરામ પામવાનું જણાવનારાને હિંસાદિથી વિરામ પામવાનું અસંભવિત બને તે ઈષ્ટ ન જ હોય-એ સમજી શકાય છે. - ૨૩
એકાંતનિત્ય અને એકાંત-અનિત્ય પક્ષમાં અહિંસા સદ્ગત નથી એ જણાવીને હવે સત્ય વગેરે સંગત થતા નથી-એ જણાવાય છે -
घटन्ते न विनाऽहिंसां सत्यादीन्यपि तत्त्वतः । एतस्या वृत्तिभूतानि तानि यद्भगवाञ्जगौ ॥८-२४॥ 588888888888888888€