Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 51
________________ વિશેષની કલ્પના કરવી પડતી હોવાથી ખૂબ જ ગૌરવ થાય છે. આ ગૌરવ ન થાય એ માટે એમ કહેવામાં આવે કે અવચ્છેદક્તા સંબંધથી તે આત્માના જન્ચગુણોની પ્રત્યે તાદાભ્યસંબંધથી તે શરીર કારણ છે. આ પ્રમાણે માનવાથી અનંત સંયોગવિશેષની કલ્પનાના કારણે જે ગૌરવ થતું હતું તે નહિ થાય. ન્યાયની પરિભાષાને સમજનારા સમજી શકે છે કે, અવચ્છેદક્તાસંબંધથી આત્માના જન્ય ગુણો શરીરમાં ઉત્પન્ન થાય છે. શરીરમાં ઉત્પન્ન થનારા એ ગુણોની પ્રત્યે શરીર તાદાભ્યસંબંધથી (અર્થાત્ શરીર પોતે જ) કારણ બને છે. આવા છેતાન્યાછિન્નાवृत्तिजन्यगुणत्वावच्छिन्नकार्यतानिरूपिततादात्म्यसंबंधावच्छिત્રવરતા શરીરમાં છે-આ પ્રમાણે માનવાથી તે તે શરીરમાં જ ભોગની સિદ્ધિ થશે. જેથી સર્વશરીરમાં આત્માનો સંયોગ હોવા છતાં સર્વ શરીર દ્વારા ભોગનો પ્રસંગ નહિ આવે, પરંતુ બાલ્ય અવસ્થા યુવાવસ્થાદિના ભેદથી શરીરનો ભેદ હોવાથી તે તે અવસ્થામાં ઉત્પન્ન થયેલા ભોગ(જન્ય જ્ઞાનાદિ ગુણ)સ્થળે તેનાથી જુદી અવસ્થાવાળા તે તે શરીરનો અભાવ હોવાના કારણે વ્યભિચાર (કાર્યના અધિકરણમાં તે તે કારણનો અભાવ હોવાથી) આવે છે. તેના નિવારણ માટે બાલ્યાદિ અવસ્થામાં રહેલા તે તે શરીરાવચ્છિન્ન આત્મામાં ઉત્પન્ન થનારા તે તે જન્ય ગુણોની પ્રત્યે તે તે બાલ્યાદિ અવસ્થાના શરીરને તે તે વ્યક્તિ સ્વરૂપે (શરીરત્વેન નહિ) કારણ માની લઈએ તો ઉપર જણાવ્યા મુજબ વ્યભિચાર નહિ આવે; કારણ કે તે તે જન્યગુણોના અધિકરણમાં 595955855885883858€

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74