Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ બધાને જ અનુભવ થતો હોવાથી આત્માની સંકોચ અને વિકોચ (વિકાસશીલ) અવસ્થાની કલ્પના પ્રામાણિક હોવાથી તે ગૌરવ દોષાધાયક નથી. અપ્રામાણિક ગૌરવ દોષાધાયક છે જ. ઉપર જણાવ્યા મુજબ આત્માને અવિભુ(સક્રિય) માનવો જોઈએ. આત્માને જો એ રીતે અવિભુ માનવામાં ન આવે તો આત્મામાં કોઈ પણ જાતની ક્રિયા ન હોવાથી એ ક્રિયા વિના કોઈ નિયત શરીરમાં તેનો પ્રવેશ માની શકાશે નહિ. ચોક્કસ કોઈ એક શરીરમાં પ્રવેશના અભાવમાં સામાન્ય રીતે બધાં જ શરીરોની સાથે તેનો(આત્માનો) સંયોગ સમાન હોવાથી સર્વ શરીરો દ્વારા કરાતા ભોગનો અનુભવ આત્માને થશે. અર્થા આત્મા જે ભોગનો અનુભવ કરે તેના અવચ્છેદક(આશ્રય) સર્વ શરીરોને માનવાં પડશે. તેના (તે પ્રસંગના) નિવારણ માટે એમ કહેવામાં આવે કે તે તે આત્માના ભોગ(સુખદુઃખાદિના સાક્ષાત્કાર)ની પ્રત્યે તે તે આત્માના અદષ્ટથી પ્રયોજ્ય(અદના કારણે થવાવાળા) સંયોગવિશેષ કારણ છે. આ સંયોગ વિશેષ હોવાથી; દરેક(સર્વશરીર) સંયોગને કારણ માનવાની આવશ્યક્તા નથી.” આ પ્રમાણે માનવાથી અનંત સંયોગવિશેષની કલ્પના કરવી પડતી હોવાના કારણે ગૌરવ થાય છે. આશય એ છે કે આત્માના અદથી ઉત્પન્ન થનાર છે તે શરીરનો સંયોગ ભિન્ન ભિન્ન હોવાથી તદાય શરીરમાં તે તે આત્માને ભોગની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી સર્વશરીરમાં ભોગના પ્રસંગનું નિવારણ કરી શકાય પરંતુ તેમ માનવાથી અનંત સંયોગ35988555555555555€

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74