Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ “આત્માને એકાંતે નિત્ય માનવામાં આવે તો તેનો શરીરની સાથે સંબંધ સંભવિત નથી અને આત્માને વિભુ સર્વગત) સ્વરૂપે માની લેવામાં આવે તો તેનો સંસાર કલ્પિત થશે અથવા તેના સંસારનો સંભવ જ નથી. હોય તો ચોક્કસ-સંશય વિના એ (સંસાર) કલ્પિત હશે.” આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે આત્માને નિત્ય માનનારને પૂછવું જોઈએ કે નિત્ય(એકાંતે નિત્ય) એવો આત્મા શરીરની સાથે સંબંધ કરે(જોડાય) તો; પૂર્વસ્વરૂપનો ત્યાગ કરીને કરે કે પૂર્વસ્વરૂપનો ત્યાગ કર્યા વિના કરે. બંન્ને વિકલ્પમાં દોષ છે. નિત્ય આત્મા પોતાના પૂર્વસ્વરૂપનો ત્યાગ કરીને શરીરની સાથે સંબંધ કરે છે આ પહેલા વિકલ્પનો સ્વીકાર કરાય તો એ રીતે સ્વભાવ(પૂર્વસ્વરૂપાદિ)નો ત્યાગ કરવો : તે અનિત્યનું લક્ષણ હોવાથી પોતાના એકાંતનિત્યત્વની(સ્વભાવની) હાનિ થવા સ્વરૂપ દોષનો પ્રસંગ આવે છે. તેના નિવારણ માટે નિત્ય આત્મા પૂર્વસ્વરૂપનો ત્યાગ કર્યા વિના શરીરની સાથે સંબંધ કરે છે.'-આ બીજા વિકલ્પનો સ્વીકાર કરવામાં આવે તો ઉપર જણાવ્યા મુજબનો સ્વભાવહાનિનો પ્રસંગ તો ન આવે પરંતુ પૂર્વસ્વભાવ, ઉત્તરસ્વભાવનો વિરોધી હોવાથી તેનો ત્યાગ વિના શરીરના સંબંધનો સંભવ જ નથી. આશય સમજી શકાય છે કે શરીરની સાથે સંબદ્ધ થવાની પૂર્વે આત્માનું સ્વરૂપ શરીરસંબદ્ધ હતું. તેનો ત્યાગ કરીને તે શરીરસંબદ્ધ બની શકે પરંતુ તેથી સ્વભાવની હાનિ થાય છે. શરીરસંબદ્ધત્વનો ત્યાગ ન કરે તો તે 288983338 33995856

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74