Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ પ્રમાણે નહિ કહેવું જોઈએ, કારણ કે શરીરસંયોગનું વિવેચન કર્યું નથી.”-આ પ્રમાણે અઢારમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વજન્મમાં ઉપાર્જિત એવા વિપાકોનુખ થયેલા કર્મના કારણે આત્માની સાથે શરીરનો સંયોગ બેમાંથી એક(શરીર)ની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. આત્મા વિભુ હોવાથી આત્મા અને શરીર : ઉભયની ક્રિયાનો અભાવ હોવા છતાં મૂર્તિ એવા શરીરની(અન્યતરની) ક્રિયાના કારણે એ શરીરસંયોગ થાય છે. આ રીતે તે સ્વરૂપ સંસાર(જન્મ)ની ઉપપત્તિ થાય છે. ઊર્ધ્વલોક કે અધોલોક વગેરેમાં રહેલા તે તે શરીરની સાથે સંબંધ થવાથી આત્માના ઊર્ધ્વગમન કે અધોગમનાદિનો વ્યવહાર થતો હોય છે. આમ છતાં આત્માના વિભુત્વનો વ્યય થતો ન હોવાથી અને પૂર્વશરીરના ત્યાગપૂર્વક ઉત્તરશરીરને ગ્રહણ કરવાનો એક સ્વભાવ જ હોવાથી આત્માના નિત્યત્વની હાનિ થતી નથી. એક જ જ્ઞાનમાં નીલાકાર અને પીતાકાર સ્વરૂપ ઉભયાકાર જેમ સદ્ગત મનાય છે તેમ પૂર્વશરીરત્યાગોત્તરશરીરોપાદાનૈક સ્વભાવ માનવામાં કોઈ વિરોધ નથી. “આ રીતે અનંતાનંત ઉત્તર શરીરો ગ્રહણ કરવાના એક સ્વભાવવાળો આત્મા હોય તો અમે કરીને એક એક ઉત્તર શરીરને તે કેમ ગ્રહણ કરે છે, એક કાળમાં બધાનું ગ્રહણ કેમ કરતો નથી ?'-આ પ્રમાણે નહીં કહેવું જોઈએ. કારણ કે કાર્યનો ક્રમ તેની સામગ્રીને આધીન છે. જેમ જેમ સામગ્રીનો યોગ થતો જાય તેમ તેમ તદનુકૂલ કાર્ય થતું જાય. આ પ્રમાણે આત્માને નિત્ય(એકાંતે નિત્ય) માનનારાનો આશય છે. 2355558383 388888888

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74