________________
શરીરસંબદ્ધત્વનો વિરોધી હોવાથી શરીરસંબદ્ધત્વની વિદ્યમાનતામાં શરીરનો સંબંધ જ નહીં થાય. આ રીતે એકાંતનિત્યપક્ષમાં બન્ને રીતે દોષ છે.
આત્માને વિભુ (સર્વગત-લોકવ્યાપી) માનવામાં આવે તો એક ભવથી બીજા ભવમાં જવા રૂપ એટલે કે પરલોકગમનસ્વરૂપ વાસ્તવિક(ઉપચારરહિત-મુખ્ય) સંસારની ઉપપત્તિ થતી નથી. અથવા ઉપર જણાવેલા શ્લોકમાં વિમુત્વેન ર આ સ્થાને વિમુત્વે ન ૪'-આવો પાઠ સમજી લઈએ તો ઉપર જણાવ્યા મુજબ વિભુ એવા આત્માને સંસારનો સંભવ જ નથી અને હોય તો તે નિઃસંદેહ કલ્પિત છે, મુખ્ય-વાસ્તવિક નથી-આ પ્રમાણે અર્થ સમજવો. આ વાતને જણાવતાં શ્રી અષ્ટપ્રકરણમાં જણાવ્યું છે કે-“આત્માને નિત્ય માનવાથી જ તેનો શરીરની સાથે સંબંધ શક્ય બનતો નથી અને તે સર્વગત હોવાથી તેનો અકલ્પિત-મુખ્ય (વાસ્તવિકઉપચારરહિત) સંસાર પણ સંગત થતો નથી.' I૮-૧ળા
આત્માને એકાંતે નિત્ય માનનારા સંસારને ઉપપન્ન કરતાં જણાવે છે –
अदृष्टाद् देहसंयोग: स्यादन्यतरकर्मजः। इत्थं जन्मोपपत्तिश्च न तद्योगाविवेचनात् ॥८-१८॥
“કોઈ એકની ક્રિયાથી ઉત્પન્ન થનાર શરીરસંયોગ અદષ્ટથી થાય છે, આ રીતે જન્મ(સંસાર)ની ઉપપત્તિ શક્ય બને છે આ 38855555555555555€