Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 43
________________ કથંચિદ્ર વ્યય ન થવા છતાં હિંસા ઉપપન્ન થઈ શકે છે. પરંતુ એ બરાબર નથી. કારણ કે તાદશ આત્મનઃસંયોગવિશેષનો ધ્વંસ તેના કારણસામગ્રીથી જ થઈ શકે છે. તેના માટે કોઈએ પ્રયત્ન કરવાની જરૂર નથી, કે જેથી તેવા પ્રયત્નને લઈને હિંસક વગેરેનો વ્યવહાર માનવો પડે. સ્મૃતિની કારણસામગ્રી ત્યાં વિદ્યમાન ન હોવાથી સ્મૃતિની ઉત્પત્તિ થતી નથી. ચરમમ:સંયોગ પણ બીજા સંયોગની જેમ નાશ પામે છે. તે માટે કોઈના પ્રયત્નની અપેક્ષા નથી. આશય એ છે કે આત્મમનના સંયોગવિશેષનો કે ચરમમન:સંયોગનો ધ્વંસ સ્વાભાવિક મરણ વખતે જે રીતે થઈ જાય છે તે રીતે જ કોઈના પ્રહારાદિથી થતા મરણ (હિંસાથી થતા મરણ) વખતે મનઃસંયોગવિશેષનો કે ચરમમનઃસંયોગનો ધ્વંસ થઈ શકે છે. તેથી ત્યાં કોઈએ પણ હિંસા કરી છે-એમ માનવાની આવશ્યકતા નથી. આથી જગત સમગ્ર હિંસાદિ પાપના ભય વિનાનું થવાથી સુસ્થિત બનશે-એ સમજી શકાય છે. પાપના ભય વિનાની સર્વ વસ્તુ અનિષ્ટ છે-એ ન સમજાય એવી વાત નથી. ૮-૧૬, આત્માને એકાંતે નિત્ય માનવામાં દૂષણાન્તર જણાવાય છે – शरीरेणापि सम्बन्धो नित्यत्वेऽस्य न सम्भवी । विभुत्वेन च संसारः कल्पितः स्यादसंशयम् ॥८-१७॥ 5388888850038888888

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74