________________
આ પ્રમાણે સોળમા શ્લોકનો અક્ષરાર્થ છે. કહેવાનો આશય એ છે કે સામાન્ય રીતે જ્ઞાનમાત્રની પ્રત્યે આત્મમનઃસંયોગ કારણ છે અને જ્ઞાન સ્મૃતિનું કારણ છે. મરણ સમયે જે જ્ઞાન થાય છે તેનાથી સ્મૃતિ થતી નથી. સ્મૃતિને ઉત્પન્ન કરનાર જ્ઞાનની પ્રત્યે જે આત્મમનઃસંયોગ છે અને સ્મૃતિની પ્રત્યે કારણ નહીં બનનાર જ્ઞાનને ઉત્પન્ન કરનાર એવો જે આત્મમન:સંયોગ છે : એ બંન્ને જુદા છે. એક મરણાવસ્થાની પૂર્વેનો છે અને બીજો મરણક્ષણાવ્યવહિત પૂર્વક્ષણવૃત્તિ છે...અહીં સ્મૃતિના અજનક એવા જ્ઞાનના કારણભૂત આત્મમનઃસંયોગવિશેષનું ગ્રહણ કરવાનું છે.
આ મન:સંયોગવિશેષના ધ્વંસ સ્વરૂપ આત્માનું મરણ છે અને તે હિંસા છે. આ હિંસા આત્માનો વ્યય ન થાય તોપણ ઉપપન્ન(સંગત) થઈ શકશે. આકાશમાં કોઈ પણ જાતનો વ્યય ન થવા છતાં આકાશઘટના સંયોગનો ધ્વંસ સંભવી શકે છે તેમ મન:સંયોગવિશેષના ધ્વંસની ઉપપત્તિ શક્ય બને છે. ‘આત્માનો કોઈ પણ રીતે વ્યય થતો ન હોય તો આત્મા ખંડિત થયો...વગેરે વ્યવહાર કઈ રીતે સંગત થાય ?' આવી શંકા કરવી નહિ. કારણ કે શરીરની સાથે અત્યંત સાન્નિધ્ય હોવાથી શરીરના ખંડનથી ‘આત્મા પણ ખંડિત થયો.' આવા પ્રકારનું અભિમાન લોકને થાય છે. શરીર અને આત્મા : એ બેમાં ભેદના જ્ઞાનને ધારણ કરનાર વિશેષદર્શી પ્રાજ્ઞ પુરુષોને તે આભિમાનિક પ્રતીતિ આદર કરવા માટે ઉચિત નથી. તેથી ઉપર જણાવ્યા મુજબ આત્મમન:સંયોગવિશેષના ધ્વંસ સ્વરૂપ મરણને હિંસા માનવાથી આત્માનો 3 ૩૯ EE *33*3*€