________________
તે વિષયમાં જણાવાય છે- તાવિવેચન7િ-આશય એ છે કે આત્માનું એકાંતે નિત્ય માનનારા જે રીતે શરીરના સંયોગને લઈને જન્મ-સંસારની ઉપપત્તિ કરે છે તે બરાબર નથી. કારણ કે શરીરના સંયોગનું વિવેચન કરી શકાય એવું નથી. જેમ કે-આ આત્મશરીરસંયોગ આત્મા અને શરીરથી ભિન્ન છે કે અભિન્ન છે ? આ બે વિકલ્પમાંથી પ્રથમ વિકલ્પ માનવામાં આવે તો આત્મા અને શરીરથી ભિન્ન એવા સંયોગને રાખવા માટે નવા(સંયોગથી અતિરિક્ત) સંબંધની કલ્પના કરવી પડે છે. ત્યાર પછી તેના માટે પણ એક બીજો સંબંધ... ઈત્યાદિ કલ્પનાથી “અનવસ્થાદોષ'નો પ્રસદ્ઘ આવે છે. તેથી બીજો વિકલ્પ માનવામાં આવે તો અનવસ્થા તો નહિ આવે પરંતુ અતિપ્રસંગ આવશે. અર્થાદ્ જ્યાં(મૃતાવસ્થામાં) આત્મા અને શરીરનો સંયોગ હોતો નથી, ત્યાં પણ એ સંબંધ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે આત્મા અને શરીર : આ બે ધર્મને છોડીને અન્ય કોઈ જ અહીં સંબંધ માન્યો નથી. બન્ને ધર્મીઓ સ્વરૂપ જ સંબંધ માન્યો છે, અને તે તો છે જ... ઈત્યાદિ સમજી શકાય છે. ૮-૧૦
આત્માને વિભુ માનવામાં દૂષણાંતર જણાવાય છે – आत्मक्रियां विना च स्यान्मिताणुग्रहणं कथम् । कथं संयोगभेदादिकल्पना चापि युज्यते ? ॥८-१९॥ 388888888888888888