________________
જ્ઞાન સાચું ન હતું-એ સમજાય છે. તે વખતે અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે... ઈત્યાદિ પ્રમાણલક્ષણના જ્ઞાનની આવશ્યકતા હોતી નથી. જગતમાં જે પ્રસિદ્ધ છે તેને જણાવીને માત્ર અનુવાદ જ શાસ્ત્ર કરે છે. એ દૃષ્ટિએ પ્રમાણલક્ષણાદિનો ઉપયોગ નથી એમ કહીએ છીએ. આના પ્રત્યુત્તરમાં નૈયાયિકો પણ એમ જ કહે છે કે અમે પણ અનુવાદ જ કરીએ છીએ. લોકમાં જે પ્રસિદ્ધ નથી એવી કોઈ જ અલૌકિક વાત અમે જણાવતા નથી. પ્રમાણલક્ષણાદિનો ઉપયોગ પ્રસિદ્ધના અનુવાદ માટે છે.
જ
પ્રમાણનું જે લક્ષણ કરાય છે તેના નિર્ણય માટે પ્રમાણાંતરની અપેક્ષા છે કે નહિ... ઈત્યાદિ જણાવીને પૂર્વે જે અનવસ્થાના દોષનો પ્રસંગ જણાવ્યો હતો તે પણ બરાબર નથી. કારણ કે જેમ વૈદ્યક શાસ્ત્રો લોકમાં પ્રસિદ્ધ એવા રોગાદિનાં લક્ષણોનું નિરૂપણ કરે છે અને વ્યાકરણશાસ્ત્રો જેમ લોકમાં પ્રસિદ્ધ એવા શબ્દોનું નિરૂપણ કરે છે ત્યાં પ્રમાણાંતરની અપેક્ષા ન હોવાથી અનવસ્થાનો વિષય મનાતો નથી, ત્યાં પણ સંમુગ્ધ(જેમને વૈદ્યકશાસ્ત્ર કે વ્યાકરણશાસ્ત્ર વગેરેનું જ્ઞાન નથી તેવા)જનોના વ્યવહારને આશ્રયીને રોગાદિનાં તે તે લક્ષણો દ્વારા બીજા જીવોને સમજાવવામાં આવે છે. એવી જ રીતે અહીં પણ પ્રમાણલક્ષણાદિ દ્વારા લોકમાં પ્રસિદ્ધ અર્થવ્યવસ્થા જણાવાય છે. તેથી પ્રમાણ-લક્ષણાદિને જણાવવાનું કોઈ પ્રયોજન જણાતું નથી-એ કહેવું યુક્ત નથી-આ પ્રમાણે ઉદયનાચાર્યે ઉપાલંભ
આપ્યો છે.
333333333 n. 33333