________________
અહીં યાદ રાખવું જોઈએ કે આ શ્લોક્નો પરમાર્થ સમજવા માટે થોડી દાર્શનિક પરિભાષા સમજી લેવાનું આવશ્યક છે. ધર્મવાદના નિરૂપણમાં પ્રસિદ્ગથી નીકળેલી પ્રમાણલક્ષણાદિની ચર્ચા આપણને બિનજરૂરી લાગે તે બનવાજોગ છે. પરંતુ ધર્મવાદથી જ્યારે અહિંસાદિ ધર્મની વ્યવસ્થાનો નિર્ણય કરવાનો હોય ત્યારે પ્રમાણલક્ષણાદિની વધુ પડતી ચિંતામાં સમય ગુમાવીને મૂળભૂત વસ્તુની વિચારણા રહી ના જાય એ કહેવાનું અહીં મુખ્ય તાત્પર્ય છે. સામાન્ય સમજણ અને સરળતાથી લોકમાં સુપ્રસિદ્ધ એવી વાતો ખૂબ જ સરળતાથી સમજી શકાય છે. એ માટે પ્રમાણ-લક્ષણાદિની વિચારણા આવશ્યક જણાતી નથી. એના વિના પણ અહિંસાદિ ધર્મની વ્યવસ્થાનો નિર્ણય લોકના વ્યવહારાદિથી કરી શકાય છે, જે આ પૂર્વે ઉપર જણાવ્યું છે જ. સામાન્ય જનો જે રીતે લક્ષણાદિના જ્ઞાન વિના પ્રમાણ અને તેનાથી કરાતી ક્ષિાઓમાં પ્રવર્તે છે તેમ ધર્મવાદથી પણ લક્ષણાદિના જ્ઞાન વિના અહિંસાદિ ધર્મની વ્યવસ્થા કરી શકાય છે. એટલું જણાવવાનું અહીં તાત્પર્ય છે. પ્રમાણલક્ષણાદિનો સર્વથા ઉપયોગ નથી : એ પ્રમાણે જણાવવાનું અહીં તાત્પર્ય ન હોવાથી ઉદયનાચાર્યે આપેલો ઉપાલંભ અહીં શોભતો નથી. ૧૮-૧૨ા
અર્થનિશ્ચય માટે જ લક્ષણનો ઉપયોગ છે. જે જ્ઞાનથી
733393395 39 33333333