Book Title: Vad Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય વગેરે સ્વરૂપે આત્માદિ હોય તો તેમાં અહિંસાદિ ધર્મો રહી શકતા(સદ્ગત થતા) નથી અને તેથી તે તે સ્વરૂપે આત્માદિનું નિરૂપણ કરનારાં શાસ્ત્રોમાં અહિંસાદિ ધર્મસાધનો યથાર્થ કઈ રીતે સંભવે ? આવી શક્કાથી જે વિચારણા થાય; તેથી આત્માદિના યથાર્થસ્વરૂપના પ્રતિપાદક શાસ્ત્ર-દર્શનનો સહજ રીતે સ્વીકાર શક્ય બને છે, જેથી ત્યાં પ્રતિપાદન કરાયેલાં અહિંસાદિ ધર્મસાધનોનો યથાર્થ સ્વરૂપે નિશ્ચય થાય છે. એમાં પ્રમાણલક્ષણાદિનો કોઈ જ ઉપયોગ નથી-એ સમજી શકાય છે. ૮-૧૪ના અહિંસાદિ ધર્મસાધનસ્વરૂપ અર્થની યથાર્થતાના જ્ઞાન માટે આત્માદિની યથાર્થતાનો વિચાર કરવા જણાવાય છે - तत्रात्मा नित्य एवेति येषामेकान्तदर्शनम् । हिंसादयः कथं तेषां कथमप्यात्मनोऽव्ययात् ? ॥८-१५॥ ધર્મના સાધનભૂત અહિંસાદિની વિચારણાના વિષયમાં “આત્મા નિત્ય જ છે આવું જે સાંખ્યાદિનું એકાંતદર્શન છે; તેમને ત્યાં કોઈ પણ રીતે આત્માનો વ્યય(ખંડન) થતો ન હોવાથી મુખ્યપણે હિંસા વગેરે કઈ રીતે સદ્ગત થાય ?”-આ પ્રમાણે પંદરમા શ્લોકનો અક્ષરાર્થ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે આત્માને સર્વથા નિત્ય માનનારા સાંખ્યો અને નૈયાયિકો છે. કોઈ પણ રીતે તેની ઉત્પત્તિ કે તેનો નાશ થતો નથી, તે સ્થિર 339353555333385385€

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74