________________
અહિંસાદિ ધર્મસાધનો બરાબર છે કે નહિ ? તે તે દર્શનમાં તે સગ્નત છે કે નહિ ?. ઈત્યાદિ વિષયમાં સંશય થઈ શકે છે. પરંતુ આવો સંશય થાય એ તો પરમાર્થના નિર્ણય માટે અનુકૂળ જ છે. યદ્યપિ અન્યદર્શનકારોએ આત્માદિને એકાંતે નિત્ય, અપરિણામી અને સ્થિરેકસ્વભાવી વગેરે સ્વરૂપે વર્ણવ્યા છે. તેના અપ્રામાણ્યનો નિશ્ચય થવાથી તત્સહચરિત અહિંસાદિ ધર્મસાધનોમાં પણ અપ્રામાણ્યનો સંશય વગેરે થવાથી તેની યથાર્થતાનો નિર્ણય નહીં થાય. પરંતુ આ રીતે એક અંશ(એકાંતનિત્યત્વાદિ અંશ)માં પ્રામાણ્યની શંકા વગેરે પડે તેથી ઈતરાંશ(ધર્મસાધનભૂત અહિંસા વગેરેમાં)માં પણ શંકા વગેરે પડે અને તેથી તેનો નિશ્ચય ન થાય : એ કહેવાનું યુક્ત નથી. અન્યથા એક અંશના સંશયાદિથી તેના બીજા અંશનો નિર્ણય ન થાય-એમ માની લેવામાં આવે તો ઘટપટના સમૂહાલંબનજ્ઞાનથી જ્યારે તેના અંગભૂત ઘટના પ્રામાણ્યમાં સંશય વગેરે હોય ત્યારે તેના અપરાશ પટનો પણ નિર્ણય ન થવાનો પ્રસંગ આવશે. આ આશયને લઈને જણાવાય
છે -
अर्थयाथात्म्यशङ्का तु तत्त्वज्ञानोपयोगिनी । शुद्धार्थस्थापकत्वं च तन्त्रं सदर्शनग्रहे ॥८-१४॥
“અર્થના યથાર્થ સ્વરૂપની શક્કા તો તત્ત્વજ્ઞાન માટે ઉપયોગિની બને છે. શુદ્ધ અર્થના યથાર્થજ્ઞાનનું જે જનક છે; તે સદર્શનના સ્વીકાર માટે પ્રયોજક બને છે.” આ પ્રમાણે ચૌદમા
555555335 3355555555