________________
અર્થનો નિર્ણય કરવાનો છે તે જ્ઞાન પ્રમાણભૂત હોવું જોઈએ. એ જ્ઞાનના પ્રામાણ્યમાં જ શંકા થાય તો તેનાથી અર્થનો સંશય થશે, અર્થનો નિશ્ચય નહીં થાય. લક્ષણથી જ્ઞાનના પ્રામાણ્યવિષયક સંશય દૂર થવાથી અર્થવિષયક સંશય પણ દૂર થાય છે, જેથી અર્થના નિર્ણયની સિદ્ધિ થાય છે. આ રીતે અર્થનિર્ણય માટે લક્ષણનો ઉપયોગ હોવાથી ધર્મવાદમાં પ્રમાણાદિના લક્ષણનો કોઈ ઉપયોગ નથી.” આ કહેવાનું ઉચિત નથી-આ શંકાનું સમાધાન કરાય છે - न चार्थसंशयापत्तिः प्रमाणेऽतत्त्वशङ्कया । तत्राप्येतदविच्छेदा त्वभावस्य साम्यतः ॥८-१३॥
“લક્ષણ વિના પ્રમાણમાં અતત્ત્વ(અપ્રામાણ્ય)ની શક્કા પડવાથી અર્થના સંશયની આપત્તિ આવશે : આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે પ્રમાણની જેમ પ્રમાણલક્ષણમાં પણ અપ્રામાણ્યની શક્કાનો વિચ્છેદ થતો નથી. બંન્ને સ્થાને શક્કાના કારણભૂતના અભાવનું સામ્ય છે.”-આ પ્રમાણે તેરમા શ્લોક્નો અક્ષરાર્થ છે. ભાવાર્થ એ છે કે-“આ રજત છે. ઈત્યાદિ જ્ઞાનમાં જો અપ્રામાણ્યની શંકા પડે તો તેના વિષયભૂત રજતમાં પણ શંકા પડે. પરંતુ લક્ષણથી જ્યારે એ જ્ઞાન પ્રમાણ છે એવો નિર્ણય થાય એટલે તેના વિષયભૂત રજતનો પણ નિર્ણય થઈ જાય છે. તેથી એ રીતે અર્થના નિશ્ચય માટે લક્ષણનો ઉપયોગ છે. આ પ્રમાણે કહેવાનું યોગ્ય નથી. કારણ કે જે પ્રમાણમાં 359885585338888888€